અમદાવાદ: સી.જી. રોડનું 33 કરોડના ખર્ચે કરાશે નવીનીકરણ, ડેવલપમેન્ટ પ્લાન તૈયાર

અમદાવાદ: અમદાવાદ શહેરમાં આવેલો સી.જી. રોડ ટ્રાફિકથી ધમધમતો રહે છે. હવે આ રોડને આધુનિક સ્વરૂપ મળશે. મહાનગરપાલિકા કમિશનર, મેયર અને કારોબારી ચેરમેનની સંયુક્ત પત્રકાર પરિષદ ગુરુવારે યોજવામાં આવી હતી. જે દરમિયાન સીજી રોડનું રિડેવલપમેન્ટ કરવાની મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, સ્માર્ટ સિટી પ્રપોઝલ અંતર્ગત સી.જી. રોડને શહેરની પ્રથમ ‘સ્માર્ટ સ્ટ્રીટ’ તરીકે રિડેવલપ કરાશે. જે માટે રૂ.33 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

નવીનીકરણ બાદ સીજી રોડ તમામ પ્રકારની સ્માર્ટ ટેક્નોલોજીથી સજ્જ હશે. જેમ કે, ફ્રી વાઈફાઈ ઝોન, વાઇફાઇથી સંચાલિત સ્ટ્રીટ લાઈટ, સ્માર્ટ પાર્કિંગ મેનેજમેન્ટ, સ્માર્ટ થાંભલા સાથેના ટ્રાફિક સિગ્નલ્સ, અત્યાધુનિક સ્પીડ બ્રેકર અને પાર્કિંગ માટે નંબર પણ આપવામાં આવશે.

સીજી રોડને જોડતા માર્ગોમાં સ્ટેડિયમ ચાર રસ્તા, સ્વસ્તિક ચાર રસ્તા, ગિરીશ કોલ્ડડ્રીન્ક્સ ચાર રસ્તા, બોડિલાઈન ચાર રસ્તા, પંચવટી ચાર રસ્તા અને પરિમલ ચાર રસ્તાનો સમાવેશ થાય છે.

વિશ્વનાં પ્રમુખ શહેરો જેમ કે પેરિસ, સિંગાપોર, ન્યુયોર્ક, શાંઘાઈ, ટોકિયો વગેરેમાં હોય તેવી શોપિંગ સ્ટ્રીટ અહીં બનાવવામાં આવશે. નવીનીકરણ બાદ અમદાવાદનો સીજી રોડ આંતરરાષ્ટ્રીય કક્ષાનો બની જશે.

error: Content is protected !!