વડાપ્રધાન મોદી અને આબેએ કર્યું 1.10 લાખ કરોડના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત

અમદાવાદ, દેશગુજરાત: જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1.10 લાખ કરોડના અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ખાતમુર્હુત વિધિમાં હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટ માટે જાપાન ભારતને 88 હજાર કરોડની લોન આપશે. આ લોનનું વ્યાજ ૦.1 ટકા રહેશે.  ભારતને આ લોન 50 વર્ષના સમયગાળામાં ભરપાઈ કરવાની રહેશે.

આ પ્રોજેક્ટના ભૂમિપૂજન પહેલા બંને નેતાઓએ બુલેટ ટ્રેનના રૂટનું મોડલ જોયું હતું અને ભૂમિ પૂજન પછી આબે ગાંધીનગરમાં દાંડી કુટીરે જવા રવાના થયા હતા. આ સાથે જ બપોરના સમયે બંને નેતા અને તેઓના મંત્રીમંડળ વચ્ચે પ્રતિનિધિમંડળના સ્તરની વાટાઘાટો થઇ હતી. આ દરમિયાન પરિવહન રક્ષા સહીત ઘણા ક્ષેત્રોમાં ભારત અને જાપાન વચ્ચે 10થી વધુ કરારો હસ્તાક્ષર કરવામાં આવી શકે છે.

આ સાથે જ વડોદરામાં નિર્માણ પામનારા આ હાઈ સ્પીડ ટ્રેન માટેના ટ્રેનીંગ સેન્ટરનું પ્રતીકાત્મક ખાતમુર્હુત પણ વડાપ્રધાન મોદી અને આબેએ  અમદાવાદથી કરાવ્યું હતું.

ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા વડાપ્રધાન આબે ગુરુવારે રાત્રે જ જાપાન જવા રવાના થઇ જશે.

ગુરુવારે સમગ્ર દિવસના કાર્યક્રમોની સૂચી

9:00 am – સાબરમતી સ્ટેડીયમ ગ્રાઉન્ડ બુલેટ ટ્રેન માટે ભૂમિ પૂજન અને ડેમોસ્ટ્રેશન

11:30 am – દાંડી કુટીર  સંગ્રહાલય

11:50 am – મહાત્મા ગાંધી મંદિરમાં ઉચ્ચસ્તરીય બેઠક

1:00 pm – બંને વડાપ્રધાનની સંયુક્ત પત્રકાર પરિષદ

1:30 pm – પ્રતિનિધિમંડળના સ્તરનું બપોરનું ભોજન

2:30 pm – ભારત-જાપાનના ઉદ્યોગપતિઓ સાથે બેઠક

3:45 pm – પ્રતિનિધિમંડળના સ્તરની વાતચીત

4:૦૦ pm – ​​ભારત-જાપાન બિઝનેસ પ્લાનિંગ પરની ચર્ચા

6:45 pm થી 8:15 pm સુધી સાયન્સ સિટીમાં રાત્રી ભોજન

9:20 pm – શિન્ઝો આબે અમદાવાદથી જાપાન જવા રવાના થશે

Related Stories

error: Content is protected !!