સારાગઢીની લડાઈ પર બનતી ફિલ્મમાં જોવા મળશે એક્શન હીરો અક્ષય કુમાર

નવી દિલ્હી, દેશગુજરાત: સારાગઢીની લડાઈ પર બનનારી ફિલ્મને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી. આ ફિલ્મ અંગે એક્શન હીરો અક્ષય કુમારે ટ્વીટ કર્યું છે. સારાગઢીની લડાઈ પર બનનારી આ ફિલ્મને અક્ષય કુમાર અને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મનું ડીરેક્શન અનુરાગ સિંહ કરી રહ્યા છે.

અક્ષયે આ ફિલ્મ અંગે ટ્વીટ કરીને કહ્યું કે, હું આ ફિલ્મને લઈને વ્યક્તિગત રીતે અને ભાવનાત્મક રીતે ખુબ જ ઉત્સાહી છું. આ ફિલ્મ 2019માં હોળીના તહેવાર પર રિલીઝ થશે.


આ ફિલ્મ 1897માં બ્રિટીશ ઇન્ડિયન આર્મી અને અફગાન-પશ્તો મિલેટ્રી વચ્ચે સારાગઢીમાં થયેલી લડાઈ પર આધારિત છે. આ ફિલ્મનું નામ ‘કેસરી’ રાખવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, પહેલા સારાગઢી પર બનનારી ફિલ્મમાં સલમાન ખાન જોવા મળશે તેવી ચર્ચા હતી. અજય દેવગણ પણ આ વિષય પર ફિલ્મ બનાવવાના હતા. અજય દેવગણે એમ પણ કહી દીધું હતું કે, કોઈને આ વિષય પર ફિલ્મ બનાવવી હોય તો બનાવે પરંતુ હું આ વિષય પર ફિલ્મ બનાવવામાં બે વર્ષનો સમય લાગે તો પણ જરૂરથી બનાવીશ.

error: Content is protected !!