પદ્માવતી ફિલ્મની દરેક પ્રિન્ટ સળગાવી દેવી જોઈએ: વિશ્વ હિન્દુ પરિષદ

જયપુર, દેશગુજરાત: વિશ્વ હિન્દૂ પરિષદ (વિહિપ) ના નેતા આચાર્ય ધર્મેન્દ્રએ ફિલ્મ પદ્માવતીમાં ઈતિહાસને લઈને થયેલી કથિત છેડછાડ પર તીવ્ર રોષ વ્યક્ત કરતા કહ્યું કે, પદ્માવતી ફિલ્મની દરેક પ્રિન્ટ સળગાવી દેવી જોઈએઅને નિર્માતા/નિર્દેશક સંજય લીલા ભણસાલી સામે કાયદેસરની કાર્યવાહી કરવી  જોઇએ.

આચાર્ય ધર્મેન્દ્રએ પત્રકારોને કહ્યું કે, પદ્માવતી ફિલ્મમાં જે પ્રકારના દ્રશ્યો બતાવ્યા છે તેને જોતા તેમાં અમારી મહારાણી પદ્માવતીના ચારિત્ર્યનું હનન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, તે રાષ્ટ્ર વિરોધી અને હિન્દુ વિરોધી છે. રાજસ્થાન વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ રામેશ્વર ડુડીએ પણ ફિલ્મ પદ્માવતીમાં ઇતિહાસના તથ્યોને કથિત રૂપે તોડીમરોડીને રજુ કરવા અંગે કહ્યું કે, ફિલ્મ પર પ્રતિબંધ લાગવો જોઈએ. આ માત્ર એક સમુદાય માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજનો મામલો છે. ડુડીએ કહ્યું કે, લોકોની ભાવનાઓને જોતા સરકારે તુરંત પદ્માવતી ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવવો જોઈએ.

આચાર્ય ધર્મેન્દ્રએ કહ્યું કે, ફિલ્મ રિલીઝ થઇ નથી પરંતુ ફિલ્મના હાલના ટ્રેલરમાં મહારાણીને નાચતી બતાવવામાં આવી છે. અમારી રાણી પદ્માવતી કયારેય આ પ્રકારે નાચી ન હતી. જાણી જોઇને ઈતિહાસ સાથે ચેડા કરવા બદલ સંજય ભંસાલી સામે કાયદાકીય લડત ચલાવવી જોઈએ.

અખિલ ભરીય ક્ષેત્રીય મહાસભાના અધ્યક્ષ રાધેશ્યામ સિંહ તંવરે કહ્યું કે, મહાસભા ફિલ્મ પદ્માવતી પર પ્રતિબંધ લગાવવાની માગ સાથે 19 નવેમ્બરે દિલ્હીના તાલ કટોરા સ્ટેડીયમમાં વિરોધ પ્રદર્શન કરશે. તંવરે કહ્યું કે, ફિલ્મને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા હોવા છતાં સરકારે અત્યાર સુધી કોઈ પગલું ઉઠાવ્યું નથી.

Related Stories

error: Content is protected !!