હાર્દિકનો કથિત સેક્સ વિડીયો વાયરલ, પાસ નેતાએ ગણાવ્યું ગંદુ રાજકારણ , એસપીજીએ કરી ન્યાયિક તપાસની માગ

અમદાવાદ: હાર્દિક પટેલનો એક કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે એક હોટલમાં અજાણી યુવતી સાથે દેખાય રહ્યો છે. જોકે,  હાલ આ વીડિયોની કોઈ પુષ્ટિ થઇ નથી. પરંતુ હાર્દિક પટેલે આ મામલે કહ્યું કે, મેં પહેલા પણ કહ્યું હતું કે સેક્સ ક્લિપ પણ બહાર આવશે. મને આવી આશંકા પહેલેથી જ હતી. ગંદી રાજનીતિની આ તો શરૂઆત થઈ છે. જેને વીડિયો આપ્યો છે તે હવે ભાજપમાં જોડાયા છે. બેંગકોકથી આવા વીડિયો બનાવવામાં આવે છે. આવા આરોપો વારંવાર લાગવાના છે. મને કોઈનો ડર નથી.

ગુજરાતમાં અનામતનું આંદોલન શરૂ થયું ન હતું ત્યારે હાર્દિક સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)માં સોશિયલ મીડિયાનું નેટવર્કિંગ સંભાળતો હતો. એ વખતે જ તેણે લગ્ન કરી લીધા છે અને મસૂરીની હોટેલમાં હનીમૂન મનાવવા પણ ગયો છે તેવો ગંભીર આક્ષેપ અશ્વિન સાંકડાશેરિયાએ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઓબીસી રિઝર્વેશન માટે અશ્વિન સાંકડાશેરિયા સહિતના પાટીદારોની ટીમ દિલ્હીમાં વર્ષોથી કાયદાકીય લડત લડી રહી છે. દિલ્હીમાં તેમણે નિવેદન આપતા કહ્યું કે, અનામતની બાબતો સમજવા માટે એસપીજીના લાલજી પટેલે હાર્દિકને મારી પાસે મોકલ્યો હતો. મે- 2015માં હાર્દિક આવ્યો ત્યારે તેણે દિલ્હીમાં કોનોટ પ્લેટમાંથી હિલ સ્ટેશન પર ફરવા જવા લેડિઝના કપડાં પણ ખરીદ્યા હતા. એટલું જ નહીં, મસૂરીમાં હોટેલની વ્યવસ્થા પણ મારા મિત્ર થકી એણે કરી હતી. પાછળથી હાર્દિકે રાજકીય વલણ અપનાવીને સરકાર સામે પાટીદારોને ઉશ્કેરવા 25મી ઓગસ્ટે અમદાવાદમાં સભા બોલાવતા મેં પોતે 17મી ઓગસ્ટ 2015ના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને આ તમામ વિગતો આપી હતી. એ વખતે જ મે- 2015માં હાર્દિકના મોબાઈલ કોલ્સની ડિટેઈલ્સ અને લોકેશનોની તપાસ થાય તો આપોઆપ તેનું ચાલ ચરિત્ર્ય ખુલ્લુ પડી જશે.

અત્યાર સુધી ચૂપ કેમ હતા ? તેના જવાબમાં અશ્વિન સાંકડાશેરિયાએ કહ્યું કે, મેં પહેલા પણ સરકારના જવાબદાર મંત્રીઓને તમામ માહિતી આપી હતી. સોશિયલ મીડિયામાં અત્યાર સુધી ચૂપ કેમ હતા ? તેના જવાબમાં અશ્વિન સાંકડાશેરિયાએ કહ્યું કે, ગળા સુધી ભરેલું હતું. મેં પહેલા પણ સરકારના જવાબદાર મંત્રીઓને તમામ માહિતી આપી હતી. હાર્દિકે સમાજને ગુમરાહ કરવા સિવાય કંઈ કર્યુ નથી. અમારી મૂળ લડાઈની દિશા બદલવા તેનો રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે. જે અમને મંજૂર નથી. માટે ખૂલીને બહાર આવ્યો છું.

અશ્વિન સાંકડાશેરિયાના આક્ષેપોને ફગાવતા હાર્દિકે સુરતમાં મીડિયા સમક્ષ કહ્યું કે, હવે તો સેક્સ સીડી પણ આવી શકે છે.

પાટીદાર અનામત અંદોલન સમિતિ (પાસ)ના નેતાઓએ આ વિડીયો અને અશ્વિન સાંકડાશેરિયાના આક્ષેપો અંગે કહ્યું કે આ ગંદુ રાજકારણ રમાઈ રહ્યું છે અને તમામ આક્ષેપો પાયાવિહોણા છે.

બીજી તરફ એસપીજી પ્રવક્તા પૂર્વિન પટેલે રાયસેનની એક અલગ બેઠકમાં ભાગ લીધો હતો અને કહ્યું હતું કે સીડીને એફએસએલની ચકાસણી મોકલવી જોઈએ અને હકીકત બહાર લાવવા માટે આ બાબતની ન્યાયિક તપાસ થવી જોઈએ.

error: Content is protected !!