યુપીના આઝમગઢમાં આંબેડકરની મૂર્તિ તોડવામાં આવતા સ્થાનિકોમાં રોષ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

લખનઉઃ ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ શરૂ થયેલો મૂર્તિ તોડવાનો સિલસિલો હજુ પણ ચાલી રહ્યો છે. ત્રિપુરામાં  મેળવેલી ઐતિહાસિક જીતની ખુશીમાં કથિતરૂપે ભાજપના કાર્યકરોએ લેનિનની મૂર્તિ તોડી હતી. જે બાદ અજાણ્યા લોકો દ્વારા તામિલનાડુમાં પેરિયારની મૂર્તિ, કોલકત્તામાં જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદની મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી. આ સાથે જ ભીમરાવ આંબેડકર અને ગાંધીજીની મૂર્તિ પણ તોડવામાં આવી હતી. યુપીમાં ટીખળખોરોએ ભગવાન હનુમાનજીની મૂર્તિ પણ તોડી હતી. ત્યારે હવે યુપીના આઝમગઢમાં રાજાપટ્ટી ગામે કેટલાંક અજાણ્યા લોકોએ બાબા આંબેડકરની મૂર્તિ તોડી પાડી છે. જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાતા સંવેદનશીલ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

ત્રિપુરામાં ભાજપને જીત મળ્યાં બાદ કેટલાંક લોકોએ લેનિનની પ્રતિમા તોડી હતી (ફાઈલ)

પશ્ચિમ બંગાળમાં શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમા પર કાળી શાહી લગાડાઈ હતી (ફાઈલ)

તામિલનાડુમાં દ્રવિડ આંદોલનના સ્થાપક પેરિયારની મૂર્તિ તોડાઈ હતી (ફાઈલ)

મેરઠના મવાનામાં કેટલાંક લોકોએ ભીમરાવ આંબેડકરની પ્રતિમા તોડી હતી (ફાઈલ)

કન્નૂરમાં ગાંધીજીની પ્રતિમાના ચશ્મા તોડી નાખવામાં આવ્યાં હતા (ફાઈલ)

error: Content is protected !!