એએમસી ભારત સરકાર અને યુએસએઆઈડી વચ્ચે કરાર મુજબ ‘મિસાલ’ કાર્યક્રમ શરૂ કરશે

ગાંધીનગર: યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેંટ (યુએસએઆઇડી/USAID) તથા ભારત સરકારના ઈન્ડિયા પાર્ટનરશિપ પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા “મિસાલ”, મુવિંગ ઈન્ડિયા ટુવર્ડ્સ સેનિટેશન ફોર ઓલ(MISAAL) પ્રોગ્રામ (૨૦૧૮-૨૦૨૧) આરંભ કરવાનો કાર્યક્રમ ૧૦-૦૮-૨૦૧૮, શુક્રવારના રોજ સમય ૧૨:૦૦ થી ૦૧:૩૦ કલાક બપોરે કરવામાં આવશે.

મૂવિંગ ઈન્ડિયા ટુવડ્સ સેનિટશન ફોર ઓલ (મિસાલ / MISAAL) નો મુખ્ય હેતુ AMC ની સહભાગીદારીથી, USAID ની વિત્તિય સહાયથી, અને UMCના નેતૃત્વ હેઠળ ભારતમાં સ્વચ્છ ઐતિહાસિક શહેરના ઉદાહરણ ઊભા કરવાનો છે. આ સહભાગીદારી યોજનાનો મુખ્ય ઉદેશ્ય ભારતના અન્ય ત્રણ શેહરોની સાથોસાથ, અમદાવાદમાં પણ પરિવર્તનીય ફેરફાર માટે તકનિકી સહાય આપવાનો છે.

‘મિસાલ ‘ તેની દરેક પ્રવૃતિને સ્વચ્છ ભારત મિશન સાથે જોડશે અને તંત્ર-કાર્યપદ્ધતિની મજબૂતી માટેની તથા વ્યવહાર પરીવર્તન માટેની વ્યૂહરચના ઘડીને, અમદાવાદમાં ઓડીએફની સ્થિતિને નિરંતર ટકાવી રાખવા તથા ઓડીએફ પ્લસના માપદંડોને પૂર્ણ કરવા માટેના નમૂના દર્શાવશે. અર્બન મેનેજમેંટ સેન્ટર, અમદાવાદ “મિસાલ” પ્રોગ્રામને તકનીકી સહાય પૂરી પાડશે. તારીખ ૦૨/૧૦/૨૦૧૮ ના રોજ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છ ભારત મિશનને ૪ વર્ષ પૂરા થનાર છે. ઓપન ડેફિકેશન ફ્રી(ODF) જાહેર થયા બાદ તેને ટકાવી રાખવા અને ઓડીએફ પ્લસ (ODF+) સુધી પહોંચવા શહેરી સ્થાનિક સંસ્થાઓ ને માર્ગદર્શનની જરૂરિયાત રહેશે.

આ સંદર્ભમાં ભારત સરકાર અને સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેંટ (યુએસએઆઇડી)ના સહયોગથી “મિસાલ” પ્રોગ્રામ હાથ ધરવામાં આવેલ છે. શહેરી સ્વચ્છતાના ઉદ્દેશ સાથે ગુજરાત, કર્ણાટકા અને રાજસ્થાન રાજ્યોના પસંદ કરેલ ઐતિહાસિક શહેરોને આ પ્રોગ્રામ અંતર્ગત સ્વચ્છ બનવાનો છે. આ શહેરો દ્વારા થનાર પ્રયાસો જે તે રાજયોના અન્ય શહેરોમાં ઇન્ટરનેશનલ સિટી મેનેજર્સ અસોશિએશન/કાઉન્ટી મેનેજર્સ અસોશિએશન (વોશિંગ્ટન ડીસી)ના સહયોગથી, જે તે રાજયોના સિટી મેનેજર્સ અસોશિએશન  સ્વચ્છતાલક્ષી કામગીરી હાથ ધરશે.

મિસાલ પ્રોગ્રામનો ઉદ્દેશ અમદાવાદ શહેર જેને તાજેતરમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજનો દરજ્જો હાંસલ કરેલ છે તેમાં પરિવર્તનીય બદલાવ લાવવાનો છે. અમદાવાદ શહેરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હાથ ધરવામાં આવેલ પ્રવૃત્તિઓ જેવી કે ઓડીએફ, ઓડીએફ પ્લસ, વર્તણૂકમાં ફેરફાર વગેરેમાં મિસાલ પોતાનું યોગદાન સિસ્ટમ અને પ્રક્રિયા દ્વારા વધુ મજબૂત બનાવશે.

મિસાલ કાર્યક્રમ અંતર્ગત હાથ ધરવામાં આવનાર વિશેષ પ્રવૃતિઓ જેવી કે (અ) જાહેર અને સામુદાયિક શૌચલયોની સુધારણા, ટેકનિકલ ઓડિટ અને સ્વચ્છતા લક્ષી મેપિંગ, (બ) IT આધારિત માહિતી ઉપયોગિતા માટે જ્ઞાન સંચાલન, (ક) ઇ-લોંચિંગ, રાષ્ટ્રીય અને અંતર રાષ્ટ્રીય શહેરોની બહગીદારી દ્વારા મ્યુનિસિપલ અધિકારીઓનું જ્ઞાન વર્ધન, (ડ) મ્યુનિસિપલ સંગઠનોને વધુ મજબૂત બનાવવા, (ઇ) નીતિ અને નિયમન ઘડવા સહયોગ. આ કાર્યક્રમ દ્વારા સ્થાનિક નાગરિકો તથા શહેરમાં આવનાર પ્રવાસીઓને સ્વચ્છતાલક્ષી વધુ સારી સગવડો પૂરી પાડવાનો રહશે.

મિસાલ કાર્યક્રમ અંતર્ગત, અ.મ્યુ.કો. અને અર્બન મેનેજમેંટ સેન્ટર મળીને ત્રણ વર્ષીય ભાગીદારી યોજનાનો 10/08/2018ના રોજ પ્રારંભ કરશે. જેનું બીજલબેન પટેલ,માનનીય મેયર દ્વારા ઉદઘાટન થશે. આ કાર્યક્રમમાં ગુજરાત શહેરી સ્વચ્છતા અંગે મુખ્ય સંબોધન મુકેશ પુરી, (IAS), અગ્ર સચિવ , શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ગુજરાત સરકાર આપશે. અમદાવાદમાં સ્વચ્છતા લક્ષી સુધારણા બાબતમાં મ્યુ. કમિશનર વિજય નેહરા, (IAS) ઉદબોધન કરશે.

યુ.એસ.એ.આઇ.ડી. – ઈન્ડિયાના WASHના ટીમ લીડર માર્ક પીટર, શહેરી પાણી, સેનિટેશન ફોર હેલ્થ અલાયન્સ બાબતે સંબોધન કરશે.
આ પ્રસંગે અ.મ્યુ.કો. અને અર્બન મેનેજમેંટ સેન્ટર મિસાલ કાર્યક્રમ માટે ડેક્લેરેશન ઓફ કૉ-ઓપરેશન દસ્તાવેજ ઉપર હસ્તાક્ષર કરશે.

error: Content is protected !!