અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ સમર ફેસ્ટિવલ-2018નું આયોજન કરાશે

અમદાવાદ, દેશગુજરાત:  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) 1 થી 6 મે દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ સમર ફેસ્ટિવલ-2018નું આયોજન કરશે. આ સમયગાળા દરમિયાન સાંજે 7 થી 10 વાગ્યા વચ્ચે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તમામ કાર્યક્રમો એનઆઈડી નજીક રિવરફ્રન્ટ ઇવેન્ટ ગ્રાઉન્ડ પર યોજાશે. જાહેર જનતા માટે મફત પ્રવેશ રહેશે.

રાજકોટના કલાકાર સાંઈરામ દવે પહેલી મેએ પરફોર્મ કરશે. ત્યારબાદ 2 મેએ  ગુજરાત કલ્ચરલ શો અને રાજસ્થાની લોક નૃત્ય રજૂ કરવામાં આવશે. આ સાથે જ 3 અને 4 મેએ ઓપન એર મુવી શો યોજાશે. રિવરફ્રન્ટ નાઇટ મેરેથોન 5 મી મેએ યોજાશે, ત્યારબાદ 6 મેએ સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાશે.

ઇવેન્ટ દરમિયાન ઇંડક્સ્ટ-સી હેન્ડક્રાફ્ટ અને હેન્ડ લૂમ માર્કેટ ઉભી કરાશે. કિડ્સ વર્લ્ડ, ફૂડ કોર્ટ, મેંગો ફેસ્ટીવલ, લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિતના વિવિધ  આકર્ષણો જોવા મળશે.

error: Content is protected !!