અમિત શાહે કર્ણાવતી યુનિવર્સિટીના યુવા સંસદ-2018નું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે (શનિવારે) સવારે અષાઢી બીજ નિમિત્તે જગન્નાથ મંદિરથી નીકળનારી પરંપરાગત રથયાત્રાની મંગળા આરતીમાં ભાગ લીધો હતો. ત્યારબાદ સવારે ૯.૩૦ વાગે અમદાવાદ નજીક આવેલી કર્ણાવતી યુનિવર્સિટીના કેમ્પસમાં બે દિવસ માટે યોજાનારી યુથ સંસદ (પાર્લામેન્ટ) રાજયની એકસો કોલેજો, ખાનગી યુનિવર્સિટીઓ, રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓના યુવા વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું.

અમિત શાહે યુથ સંસદમાં કહ્યું કે, “ગુજરાતમાં પહેલી વખત યુથ પાર્લમેન્ટનું આયોજન થયું છે.” શાહે વધુમાં વર્ષો પહેલાનું ભારત અને આજના ભારતની વાત કરી હતી. પહેલા ભારત ક્યાં હતું અને આજે ક્યાં છે એ સૌથી પહેલું જોવું જોઈએ તેમ ઉમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ડેમોક્રેસીની શરૂઆત ભારતથી થઈ છે. આપણા દેશને દુનિયામાં ઉદાહરણ તરીકે જોવાતું હતું. દુનિયાના જીડીપીમાં ભારતનો હિસ્સો 35% છે. નવું ભારત પરિવારવાદથી મુક્ત ભારત હશે.”

શાહે વધુમાં કહ્યું કે, “દેશમાં 2014માં નરેન્દ્ર મોદીની સરકાર આવી. ત્યારે દેશના ૭૦ ટકાથી વધુ લોકોને આઝાદી મળી જ ન હોય‌ તેવી સ્થિતિ હતી. આજે દેશમાં એક પણ ગામ એવું નથી જ્યાં વીજળી નથી. ભ્રષ્ટાચાર મુક્ત, આતંકવાદ મુક્ત, જાતિવાદ મુક્ત, ગંદકી મુક્ત, સંપ્રદાયવાદ મુક્ત, તૃષ્ટીકરણ મુક્ત નવું ભારત હશે.  50 કરોડ ગરીબના જીવન સ્તર ને ઊંચું લાવવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે. 4.5 કરોડ મહિલાઓને ગેસના ચૂલા સિલિન્ડર આપવામાં આવ્યા છે. જેના ઘરે શૌચાલય નહોતું એના ઘરે શૌચાલય પહોંચાડવાનું કામ કર્યું છે. 3.80 કરોડ લોકો જ ઇનકામટેક્સ ભરતા હતા જે આજે 6.84 કરોડ લોકો ભરતા થયા છે.

error: Content is protected !!