ભરૂચ નગરપાલિકા દ્વારા રાજ્‍યમાં એક નવીન પહેલ : ઘરવિહોણા લોકો માટે ‘‘ શેલ્‍ટર ઓન વ્‍હીલ’નું લોકાર્પણ

ભરૂચ : ભરૂચ નગરપાલિકા ધ્‍વારા શહેરી વિસ્‍તારોમાં ઘરવિહોણા લોકોને આશ્રયસ્‍થાન મળી રહે તેવા હેતુસર ‘‘ શેલ્‍ટર ઓન વ્‍હીલ’નું લોકાર્પણ રાજયના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલના વરદહસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ અવસરે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્‍ય દુષ્‍યંત પટેલ, નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, મુખ્‍ય અધિકારી સંજય સોની ઉપસ્‍થિત રહ્‍યા હતા.

આ અવસરે સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે કહ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજ્‍યમાં ભરૂચ નગરપાલિકા ધ્‍વારા એક નવીન પહેલ કરેલ છે. તેને બિરદાવતાં કહ્‍યું હતું કે, રાજ્‍ય સરકારનો મુખ્‍ય ઉદ્દેશ આ યોજના અંતર્ગત ઘરવિહોણા લોકો માટે આશ્રયસ્‍થાનો શહેરના મુખ્‍ય રેલ્‍વે સ્‍ટેશન નજીક બનાવવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, જીએસઆરટીસીની બંધ હાલતમાં પડેલી બસોને એડીશન ઓલ્‍ટરેશન કરી તેમાં સુવા માટેની વ્‍યવસ્‍થા, લાઇટ-પંખાની વ્‍યવસ્‍થા સાથે પ્રતિ બસ દીઠ રૂા.૪.૫૦ લાખ ખર્ચ કરી ‘‘ શેલ્‍ટર ઓન વ્‍હીલ ” બનાવવામાં આવેલ છે. આવા આશ્રયસ્‍થાનો આપણાં જિલ્લામાંથી પ્રેરણા લઇ અન્‍ય જિલ્લામાં પણ બનવા જોઇએ.

સાંસદ મનસુખ વસાવાએ ગરીબો માટે અશિર્વાદરૂપ ઘરવિહોણા લોકો માટેનું આશ્રયસ્‍થાન બનાવવા બદલ નગરપાલિકાના પદાધિકારીઓ – અધિકારીઓને અભિનંદાન પાઠવ્‍યા હતા. ધારાસભ્‍ય દુષ્‍યંત પટેલે નગરપાલિકાએ જીએસઆરટીસીના સહયોગથી બે બસોને રીનોવેટ કરી ઘરવિહોણા ગરીબ લોકોને આશ્રયસ્‍થાન પુરૂ પાડેલ છે જે સરાહનીય હોવાનું જણાવી નગરપાલિકાના માનવીય અભિગમને બિરદાવ્‍યું હતું. નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ જીએસઆરટીસી ધ્‍વારા બંધ હાલતમાં પડેલ બે બસો નગરપાલિકાને પુરી પાડવામાં આવતા બે બસોને રીનોવેટ કરી પ્રતિ બસ દસ વ્‍યક્‍તિને સુવા માટેની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. એક બસ પુરૂષો માટે અને એક બસસ્ત્રીઓ માટે અલાયદી કરી છે. આ આશ્રયસ્‍થાન ‘‘ શેલ્‍ટર ઓન વ્‍હીલ ” ભરૂચ રેલ્‍વે સ્‍ટેશન સામે નગરપાલિકાના બસ પાર્કીંગ પ્‍લોટમાં સ્‍થાયી કરવામાં આવેલ છે. બસોની અંદર સુવા માટે બેડ અને શિયાળામાં ઓઢવા માટે ધાબળા પણ આપવામાં આવ્‍યા છે. બસોમાં સીસી ટી.વી. પણ લગાવવામાં આવશે. જે ગરીબ લોકો બસ સુવિધા મેળવશે તેવા ગરીબ લોકોને દિનદયાલ ભોજનાલયમાં મફતમાં જમવાનું મળી રહે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે ઉપરાંત દર ૧૫ દિવસે સરકારી દવાખાના ગરીબ લોકોને મેડીકલ ચેકઅપ કરવામાં આવશે.

તેમ પણ તેમણે કહ્યું હતું. તેમણે વધુમાં આગામી છ માસમાં ભરૂચ શહેરી વિસ્‍તારમાં એક અદ્યતન કાયમી આશ્રયસ્‍થાન ઘરવિહોણા લોકો માટે બનશે. પ્રારંભમાં મુખ્‍ય અધિકારી સંજય સોનીએ સ્‍વાગત પ્રવચન ર્ક્‍યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના હોદ્દેદારો, આગેવાન પદાધિકારીઓ, નગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ અને નગરજનો ઉપસ્‍થિત રહ્‍યા હતા.

error: Content is protected !!