આનંદ પીરામલ કરશે ઇશા અંબાણી સાથે લગ્ન

મુંબઈ: દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ  અંબાણીના દીકરી ઈશાના લગ્ન જાણીતા ઉદ્યોગપતિ અને પીરામલ એન્ટરપ્રાઈઝના માલિક અજય પીરામલના દિકરા આનંદ સાથે આ વર્ષે ડીસેમ્બર મહિનામાં યોજાશે.

ઈશા અને આનંદ બંને સારા મિત્રો છે તેમજ અંબાણી અને પીરામલ પરિવાર વચ્ચે છેલ્લા 4 દાયકાથી ગાઢ સંબંધો છે.

થોડા સમય પહેલા જ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેયર કરવામાં આવી હતી. જેમાં આનંદ પીરામલ ઈશા અંબાણીને પ્રપોઝ કરતા નજરે પડી રહ્યા હતા. ત્યારે ઈશા આ દરમિયાન હસતી નજર પડી રહી છે.

હેલૌમેગઈંડિયા નામના એકાઉન્ટ પરથી બંનેની એક તસવીર શેયર કરવામાં આવી હતી. તસવીર સાથે લખવામાં આવ્યું હતું કે, “અંબાણી પરિવારમાં વધુ એક ભવ્ય લગ્ન થવાના છે અને અહિંયા અમે આકાશ અંબાણીની નહીં પરંતુ ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નની વાત કરી રહ્યા છે.”

આનંદ પીરામલ યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં અર્થશાસ્ત્રમાં સ્નાતક અને હાવર્ડ બિઝનેસ સ્કુલથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટરની ડીગ્રી મેળવી છે. આનંદ પીરામલે થોડા સમય પહેલા જ હેલ્થકેર સ્ટાર્ટઅપ પીરામલ ઈ-સ્વાસ્થ્ય અને રિયલ એસ્ટેટનું સ્ટાર્ટઅપ પીરામલ રિએલ્ટી આ 2 સ્ટાર્ટઅપ શરૂ કર્યા છે.

તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન આનંદ પીરમલે કહ્યું કે મુકેશ અંબાણી દ્વારા પ્રેરિત કરવામાં આવ્યા બાદ જ તેઓ બિઝનેસમેન બન્યા છે. આનંદ પીરામલે કહ્યું કે, “મેં પૂછ્યું હતું કે હું બેંકિગમાં સેક્ટરમાં જઉ કે કંસલ્ટન્સિ ફિલ્ડમાં આ મુદ્દે મુકેશ અંબાણીએ તેમને કહ્યું હતું કે કંસલ્ટંટ બનવુ એ ક્રિકેટ જોવા જેવું છે, પરંતુ પોતે બિઝનેસ કરવો એ જાણે પોતે ક્રિકેટ રમવા જેવું છે. જો તમે કઈ કરવા માંગો છો તો બિઝનેસ કરો અને આજે શરૂ કરો.”

error: Content is protected !!