અંકલેશ્વર: 9 થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાશે એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો, 300 સ્ટોલ ઉભા થશે

અંકલેશ્વર: અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન (એઆઈએ) દ્વારા 9 થી 11 જાન્યુઆરી દરમિયાન 7માં  એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો 2018નું આયોજન કરવામાં આવ્યું છે. ડી.એ.આનંદપુરા સાંસ્કૃતિક અને રમતગમત સંકુલ, જીઆઇડીસીમાં 1,20,000 સ્કેવર ફૂટ લેન્ડસ્કેપ એરીયામાં આ મેગા પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શનમાં 300થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવશે અને સવારે 10:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

રાજ્ય સરકારના સહકાર, રમતગમત અને સાંસ્કૃતિક બાબતો અને વાહન વ્યવહાર મંત્રી ઈશ્વરભાઈ પટેલના હસ્તે આ પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવશે.

પ્રદર્શનમાં સરકારી ક્ષેત્રની એમ.એસ.એમ.ઈ., એન.એસ.આઈ.સી., ઇન્ડિયન રેલ્વે ઇન્સ્ટીટયુટ ઓફ પ્લાઝમા રીસર્ચ, જી.એ.સી.એલ., હેવી વોટર પ્લાન્ટ ડીપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી સહિત ફાર્માસ્યુટિકલ, કેમિકલ્સ, પેટ્રોકેમીકલ્સ, પોલીમર્સ, એગ્રીકલ્ચર પેસ્ટીસાઈ ડસ, ઓઈલ એન્ડ લુબ્રિકન્ટ, એન્જિનિયરીંગ, ટુલ્સ એન્ડ મશીનરી, પ્રોસેસ કંટ્રોલ ઇકવીપમેન્ટસ, પોલ્યુશન કંટ્રોલ ઇકવીપમેન્ટસ, ઈલેક્ટ્રીકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનીક્સ, પાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગો ભાગ લેશે.

error: Content is protected !!