અમદાવાદ, સુરત અને ભાવનગરમાં મેયર અને ડેપ્યુટી મેયરના નામોની જાહેરાત કરાઈ

અમદાવાદ: પ્રદેશ ભાજપની આજે (ગુરુવારે) મળેલી એજન્ડા બેઠકમાં અમદાવાદ, સુરત અને ભાવનગરમાં મેયરના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના નવા મેયર તરીકે બીજલ પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે દિનેશ દેસાઈ,  ભાવનગરમાં મેયર તરીકે મનહર મોરી અને ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયા તેમજ સુરતના મેયર તરીકે જગદીશ પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે નિરવ શાહના નામની જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદ મહાનગરપાલિકાના અન્ય પદ માટેના નામોની કરવામાં આવેલી જાહેરાત મુજબ, કારોબારી ચેરમેન તરીકે અમુલ ભટ્ટ અને દંડક પદે રાજુભાઈ ઠાકરની નિમણુંક કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકામાં કારોબારી ચેરમેન તરીકે અનિલ ગોપલાણીના નામની જાહેરાત કરવામાં આવી છે.

તાજેતરમાં જ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા ફારુક ઝેથરાની દેવગઢ બારીયા નગરપાલિકામાં પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તેમને  18 મતો મળતા પ્રમુખ જાહેર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, ભાજપે કોંગ્રેસ પાસેથી દેવગઢ બારીયા નગરપાલિકા આચકી લીધી છે. ગત 6 જુન ના રોજ કોગ્રેસના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી. કોગ્રેસના 7 સભ્યો અને ભાજપના 11 સભ્યો મળી કુલ 18 સભ્યોએ કોગ્રેસના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી હતી.

કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં અઢી વર્ષની બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ઘનશ્યામ સોલંકી અને ઉપ પ્રમુખ તરીકે પુરીબેન પટેલની વરણી કરવામાં આવી છે.

Image may contain: 1 person, eyeglasses and closeup

જગદીશ પટેલ – સુરતના નવા મેયર

 

મનહર મોરી – ભાવનગરના નવા મેયર

error: Content is protected !!