અમરેલીમાં ખુલ્લા કૂવામાં પડતા વધુ એક એશિયાઇ સિંહનું મૃત્યુ, એક સપ્તાહમાં બીજી ઘટના

અમરેલી, દેશગુજરાત: ગીર સોમનાથ જિલ્લાના એક ગામના ખેતરમાં 5 જાન્યુઆરીએ ખુલ્લા કૂવામાં પડવાને કારણે દોઢ વર્ષની સિંહણનું મૃત્યુ થયા બાદ અન્ય એક ઘટનામાં ગઈકાલે (બુધવારે) સાંજે અમરેલી જિલ્લાના ગીર જંગલની નજીકમાં આવેલા ગામના એક ખેતરના કૂવામાંથી 7 વર્ષીય એશિયાઇ સિંહના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

જંગલના અધિકારીએ આજે (ગુરુવારે) જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટો સરકડીયા ગામમાં કાંતિ.એમ.હીરપરાના ખેતરમાં આશરે 70 ફુટ ઊંડા કૂવામાંથી સિંહના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જે અંગેની તપાસ ચાલી રહી છે.

અગાઉ 5મી જાન્યુઆરીના રોજ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વડોદરા ડોડિયા ગામમાં એક ખેતરમાંથી દોઢ વર્ષીય સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો.

error: Content is protected !!