પદ્માવત ફિલ્મના વિરોધને લઈને ગાંધીનગર અને મહેસાણામાં એસટી બસ સળગાવાઈ

ગાંધીનગર: પદ્માવત ફિલ્મની રિલીઝને લઈને ગુજરાતમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. અગાઉ હાઈવે પર ટાયરો સળગાવવાની ઘટના સામે આવ્યા બાદ આજે (શનિવારે) ગાંધીનગર અને મહેસાણામાં એસ.ટી. બસને સળગાવવાની ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં ગોઝારીયા જતા માર્ગ પર આવેલ બાલવા ચોકડી નજીક અજાણ્યા શખ્સો દ્વારા પદ્માવત ફિલ્મના વિરોધને લઈને માણસા અને અંબાજી ડેપો વચ્ચે ચાલતી એસ.ટી. બસને સળગાવવામાં આવી હતી. આ સાથે જ અજાણ્યા શખ્સોએ 2 એસ.ટી. બસમાં તોડફોડ પણ કરી હતી. મહેસાણા- ગોઝરીયા હાઈવે પર પણ બે બસને આગ લગાવવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, બંને બસો સંપૂર્ણપાને બળીને ખાક થઇ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રિમ કોર્ટે ફિલ્મ પદ્માવતની રીલીઝ પરથી પ્રતિબંધ હટાવી લીધો છે, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગુજરાતમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. અગાઉ વિરોધના ભાગરૂપે હાઈવે પર ટાયરો સળગાવવામાં આવતા હતા અને હવે બસને આગચંપી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, પદ્માવત ફિલ્મની રીલીઝને લઈને અગાઉ ગુજરાત સરકારે પ્રતિબંધ લગાવ્યો હતો અને હવે સુપ્રીમ કોર્ટે ફિલ્મની રિલીઝને લીલીઝંડી આપી દીધી છે ત્યારે ગુજરાત સરકારે ફેર વિચાર કરવાની ફરજ પડી છે. જોકે, પ્રતિબંધ હટાવવો કે નહીં તે  અંગે સરકાર દ્વારા કોઈ હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. તેમ છતાં રાજ્યમાં ઉઠી રહેલા વિરોધના દ્રશ્યોએ સરકારની ચિંતામાં વધારો કર્યો છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, ફિલ્મની રીલીઝને લઈને ચાલી રહેલા વિરોધને જોતા ગુજરાતની મલ્ટીપ્લેક્સ એસોસિએશન દ્વારા ફિલ્મની સ્ક્રીંગ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 25 જાન્યુઆરીએ રીલીઝ થનારી આ ફિલ્મ ગુજરાતમાં રીલીઝ થશે કે કેમ તેના પર સૌકોઈની નજર ટકેલી છે.

 

Related Stories

error: Content is protected !!