અનુષ્કા અને વિરાટના લગ્નની રિસેપ્શન પાર્ટી 21મીએ દિલ્હીમાં અને 26મીએ મુંબઈમાં યોજાશે

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્ન આખરે ભારે સસ્પેન્સ વચ્ચે ઇટાલીના સૌથી મોંઘા રીસોર્ટમાં 11 ડિસેમ્બરે યોજાયા.  નજીકના મહેમાનોની હાજરીમાં લગ્નની વિધિ સંપન્ન થઇ હતી. હવે મળતી માહિતી પ્રમાણે આ પ્રેમી યુગલના લગ્નની રીસેપ્શન પાર્ટી 21 ડિસેમ્બરે દિલ્હીમાં અને 26 ડિસેમ્બરે મુંબઈમાં યોજવામાં આવશે. દિલ્હીમાં યોજનાર સત્કાર સમારંભમાં વડાપ્રધાન મોદી સહિતની ટોચની હસ્તીઓ ઉપસ્થિત રહે તેવી પૂરી સંભાવના છે. જયારે મુંબઈના 26મીના સમારંભમાં બોલીવૂડના કલાકારો, ભારતીય ટીમના ખેલાડીઓ, ઉદ્યોગપતિઓ અને બીસીસીઆઈના અધિકારીઓ હાજર રહેશે.

વિરાટ – અનુષ્કાના લગ્ન બાદ અભિનંદનની વર્ષા થઈ રહી છે. સચિન સહિતના મોટાભાગના ભારતીય ક્રિકેટરોએ સોશિયલ મીડિયાના મારફતે શુભકામના પાઠવી છે. સરહદ પારથી પાક. ક્રિકેટરો શાહિદ આફ્રિદી, શોએબ મલિક વગેરેએ પણ કોહલીને નવી ઈનીંગની શરૂઆત કરવા બદલ અભિનંદન આપ્યા છે.

error: Content is protected !!