ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા અપાયેલી મંજૂરી

ગાંધીનગર:અમદાવાદ જિલ્‍લાના ખેડા, ધોળકા, બાવળા વિસ્‍તારમાં આંતરમાળખાકીય સવલતો ઝડપથી વધી રહી છે ત્‍યારે ભારત સરકારે આ જ વિસ્‍તારના માર્ગ વાહનવ્‍યહારના કેટલાક કામોને વહીવટી મંજૂરી આપતા આ વિસ્‍તારની વિકાસની પ્રક્રિયામાં એક નવુ પરિમાણ ઉમેરાયું છે. ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય વિભાગે ધોળકા-ખેડા-બાવળા વિસ્‍તારને આવરી લેતા મહત્‍વના રસ્‍તાઓના કુલ રૂ.૧૧રપપ લાખના કામોને મંજૂરી આપતા રાન્નય સરકારના વરિષ્ઠ મંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ તેને આવકાર આપી ભારત સરકારનો આભાર પણ માન્‍યો છે.

જે રસ્‍તાઓના કામને મંજૂરી મળી છે તેમાં અમદાવાદ જિલ્‍લાના સરખેજ-ધોળકા માર્ગના અંદાજે રર.૮૦ કિલોમીટરના રૂ.૪૬૭૦ લાખના ખર્ચે વિસ્‍તૃતીકરણ અને મજબૂતીકરણના કામને મંજૂરી મળી છે. બાવળા-રૂપાલ-બેગવાના અંદાજે રર.૮૦ કિલોમીટરના રૂ.ર૬૮૧ લાખના ખર્ચે વિસ્‍તુતિકરણ અને મજબૂતીકરણના કામને મંજુરી મળી છે. એ જ રીતે પાલડી-નવાપુરા-સરોડા-ધોળકા નદી ઉપરના અંદાજે રૂ.૩૯૦૪ લાખના ખર્ચે નદી ઉપરના પુલના બાંધકામને મંજૂરી મળી હોવાની જાહેરાત કેન્‍દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ કરી છે.

આ ઉપરાંત રાજ્યના આણંદ-ખેડા- સાબરકાંઠા-અરવલ્‍લી-મહેસાણા-પાટણ- બનાસકાંઠા-કચ્‍છ-મહીસાગર-દાહોદ-સુરત-તાપી-રાજકોટ-વલસાડ-ડાંગ-જામનગર-દેવભૂમિદ્વારકા-મોરબી-બોટાદ-અમરેલી-પોરબંદર-જુનાગઢ-ભાવનગર અને ગાંધીનગર જિલ્‍લામાં પણ જે તે માર્ગના મજબૂતીકરણ અને વિસ્‍તૃતિકરણના કામને ભારત સરકારના માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા મંજૂરી મળી છે.

error: Content is protected !!