ગુજરાત સાયન્સ સિટીમાં આગામી વર્ષે તૈયાર થઈ જશે એક્વાટિક ગેલેરી

ગાંધીનગર: વર્ષ 2019 માં ગુજરાત સાયન્સ સિટી ભારતની પ્રથમ એક્વાટિક સાયન્સ ગેલેરી હશે. આ ગેલેરીના નિર્માણ માટે ખાતમુર્હુત 21 ઑક્ટોબર 2017 ના રોજ કરવામાં આવ્યું હતું. બાંધકામ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગેલેરી 13,000 ચોરસ મીટરથી વધુ ફેલાયેલી છે. તેમાં 72 થી વધુ જુદા જુદા પ્રદર્શનો હશે, જેમાં નાનાથી લઈને  વિશાળ સમુદ્રના પ્રાણીઓ હશે. અમેરિકન અને આફ્રિકન જાતિઓ સહિત આ પ્રદર્શનમાં વિશ્વભરના 200 પ્રકારના કુલ 12,000 ફિશર હશે.

 

error: Content is protected !!