પૂરગ્રસ્ત ગ્રામવાસીઓનો વાયુ સેનાના હેલીકોપ્ટર દ્વારા અદભૂત બચાવ

અમદાવાદ, દેશગુજરાત

ગુજરાતના પૂરગ્રસ્ત બનાસકાંઠા જીલ્લામાં ભારતીય વાયુ સેના દ્વારા ચલાવામાં આવેલા એક કઠીન બચાવ કાર્યમાં મકાનની છત પર શરણ લીધેલા ગ્રામવાસીઓનો અદભૂત બચાવ કરવામાં આવ્યો છે. આ ઓપરેશન કઠીન હતું કારણકે ત્રણ દિવસથી જે છત પર અસરગ્રસ્તો શરણ લઈને બેઠા હતા તેની છત કાચી હતી અને હેલીકોપ્ટરના પંખાથી ફેંકાતી તેજ હવાને લીધે છતને નુકસાન થઇ શકે તેમ હતું, પરંતુ તેમ છતાં આ અસરગ્રસ્તોને બચાવી લેવામાં આવ્યા હતા.બનાસકાંઠામાં હાલ વાયુ સેનાના 10 હેલીકોપ્ટરો બચાવ અને રાહતકાર્ય સંભાળી રહ્યા છે.ગઇકાલે વડાપ્રધાને લીધેલી મુલાકાત અને આપેલા નિર્દેશો બાદ હેલિકોપ્ટરોની સંખ્યા આજે બમણાથી પણ વધી છે. વાતાવરણ પણ ચોખ્ખું હોવાથી બચાવ કાર્યમાં ખૂબ ઝડપ આવી છે.

error: Content is protected !!