જીએસટીની અસર પર બોલ્યા જેટલી, ગુજરાતની ચૂંટણીના પરિણામો વર્ણવશે જનતા કોની સાથે છે

વોશિંગ્ટન, દેશગુજરાત: નાણામંત્રી અરુણ જેટલીએ રવિવારે કહ્યું કે, ભારતે યોગ્ય સમયે માળખાકીય સુધારા કર્યા છે અને તેનાથી આવનાર સમયમાં દેશને ફાયદો થશે. તેઓએ કહ્યું કે, નોટબંધી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સહીત કેટલાક મુખ્ય સુધારા દેશની અર્થવ્યવસ્થામાં લાંબા ગાલે ફાયદાને ધ્યામાં રાખીને કરવામાં આવ્યા છે. તેના પરિણામે ભારતનો વિકાસ દર વૃદ્ધિ કરી રહ્યો છે. જેટલીએ એક પત્રકાર પરિષદમાં ભાર્તીયી પત્રકારોના એક સમુહને કહ્યું કે, વિશ્વનો વિકાસ દર દોઢ ટકાની આસપાસ છે ત્યારે ભારત સૌથી વધુ ગતિએ વધતી વેશ્વિક અર્થવ્યવસ્થા છે. માળખાકીય સુધારા માટેનો આ યોગ્ય સમય છે.

નોટબંધીને ભારતીય અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડનાર પગલું ગણાવનારા લોકો પર નાણામંત્રીએ પ્રહાર કર્યા હતા. તેઓએ કહ્યું કે, નોટબંધીનો નિર્ણય કાળાનાણા પર હુમલો કરવા માટે ભરવામાં આવેલું પગલું છે. કાળાનાણાને લઇને દેશમાં એક અલગ વ્યવસ્થા ચાલતી હતી જેને રોકવી જરૂરી હતી. તેઓએ કહ્યું કે, કાળાનાણા પર હુમલો કરવાની કોંગ્રેસની પ્રાથમિકતા ક્યારેય રહી નથી. તેથી, તેમની ચિંતા સ્વાભાવિક છે.

જીએસટીના અમલીકરણ સામે કોંગ્રેસના વિરોધ અંગે પણ જેટલીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેઓએ કહ્યું કે, કોંગ્રેસ તો પોતે જ જીએસટી લાવવાની હતી. પરંતુ આજે તેઓ પોતાનો મત બદલી રહ્યા છે. જેટલીએ કહ્યું કે, કોંગ્રેસ શાસિત રાજ્યોની સરકારોના દરેક નાણામંત્રી જીએસટીનું સમર્થન કરે છે. પરંતુ કોંગ્રેસ એક તકવાદી પાર્ટી હોવાથી વિરોધ કરી રહી છે. હું માનું છું કે તેઓમાં બહુ બાલ નથી.

ગુજરાતની ચૂંટણીમાં જીએસટીની અસર

ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જીએસટી અને નોટબંધીની અસર અંગેના સવાલનો જવાબ આપતા જેટલીએ કહ્યું  કે, એકવાર ગુજરાતની ચૂંટણીણા પરિણામો આવવા દો એટલે આ બાબત પણ સ્પષ્ટ થઇ જશે. ગુજરાતની ચૂંટણીમાં આ બંનેની વિપરીત અસર થવા અંગેની બાબતને જેટલીએ નકારી કાઢી હતી. જેટલીએ કહ્યું કે, નોટબંધી પછી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તેના પરિણામો શું આવ્યા, તે દરેક જાણે જ છે.

error: Content is protected !!