સોમનાથ મંદિરના 68માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે 11 મેએ યોજાશે વિવિધ કાર્યક્રમો

સોમનાથ:  સોમનાથ મહાદેવ મંદિર કૈલાશ મહામેરૂ પ્રસાદના પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ થતા સરદારના લોખંડી સંકલ્પનું સાકાર સ્વરૂપ 11 મેં, 1951માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ.સ્વ.રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સવારે 9:46 વાગ્યે સોમનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાઈ હતી. આ પ્રસંગે 108 તીર્થોનું એકત્રિત કરવામાં આવેલું પવિત્ર જળ પ્રાણપ્રતિષ્ઠા વિધિ માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. 51 બોટો પર રાખવામાં આવેલી તોપને સુંદર ફૂલોથી શણગારવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા બાદ 101 તોપોની સલામી આપવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના 68માં સ્થાપના દિવસની 11 મે (શુક્રવારે) હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવશે.

11 મેએ સોમનાથ મંદિરે યોજાનાર વિવિધ કાર્યક્રમો

સવારે 7:30 વાગ્યે – સ્વચ્છતા જાગૃતિ અભિયાન

સવારે 8:30 વાગ્યે – હોમાત્મક લઘુરૂદ્ર, સરદાર પટેલને પુષ્પાંજલિ અને વંદના, વિશેષ મહા પૂજન-મહાઅભિષેક

સવારે 9:46 વાગ્યે – પ્રાણ પ્રતિષ્ઠા સમયે વિશેષ આરતી, ધ્વજાપૂજન

બપોરે 3:00 વાગ્યે વિશેષ શૃંગાર દર્શન

સાંજે 5:00થી 6:30 સુધી નૃત્ય નટરાજની આરાધના, સરદારના સંકલ્પની ઝાંખી અને 67 વર્ષ પહેલા રચાયેલા દ્રશ્યોની ઝાંખી

સાંજે 7:00 વાગ્યે – સ્થાનિક સમજો દ્વારા પારંપરિક વસ્ત્ર પરિધાનમાં સોમનાથ મંદિરની સહસ્ત્રદીપો દ્વારા સમૂહ આરતી

સાંજની આરતી બાદ લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે.

આ દિવસે યાત્રીઓને આરોગ્ય સેવાનો લાભ મળી રહે તે માટે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે.

સોમનાથ મંદિરના સ્થાપના દિન નિમિતે ઓજનાર વિવિધ કાર્યક્રમોનો લહાવો લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.

error: Content is protected !!