આશા પારેખ ‘ધ હિટ ગર્લ’ આજે વડોદરાની મુલાકાતે

વડોદરા: ફિલ્મ અભિનેત્રી અને સમાજસેવી આશા પારેખના જીવન પર લખાયેલા પુસ્તક “આશા પારેખ ધ હિટ ગર્લ”ને આજે લોન્ચ કરવામાં આવ્યું હતું. પુસ્તક લોન્ચના પ્રસંગે ખુદ આશા પારેખ વડોદરાપહોંચ્યા હતા. આ દરમિયાન યોજાયેલી પત્રકાર પરિષદમાં પારેખે પોતાના આ પુસ્તક અને તેમના ફિલ્મી કરિયર તેમજ સામાજિક જીવન વિશે વાત કરી હતી.

આશા પારેખની જીવની આ પુસ્તકમાં લખાઈ હોવાથી તેમાં તેના કેટલાક અંગત રાઝ પરથી પણ પડદો ઉઠશે. ઘણા રાઝમાંથી એક રાઝ વિષે વાત કરીએ તો, તેમણે લગ્ન કેમ ના કર્યા તે અંગે પણ આ પુસ્તકમાંઉલ્લેખ કરાયો છે. આ સાથે જ તેમને જે પ્રેમ સંબંધ વિષે પણ આ પુસ્તકમાં વિગતવાર લખવામાં આવ્યું છે.

આશા પારેખે કહ્યું હતું કે, “લોકો મારા વિષે જેટલું જાણે છે, તેના કરતા પણ આ પુસ્તકમાં વધારે છે. તેથી, લોકો આ પુસ્તક વાંચીને મને વધુ જાણી શકશે તેવું મારું માનવું છે.”

error: Content is protected !!