અટલજીની અસ્થિનું ગંગામાં વિસર્જન; પરિવાર સહિત શાહ, રાજનાથસિંહ અને યોગી રહ્યા ઉપસ્થિત

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયજીનું 16 ઓગસ્ટે  દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું જે. જે બાદ 17 ઓગસ્ટ દિલ્હીના સ્મૃતિ સ્થળ પર તેમના અંતિમ સંકર કરાયા હતા. આજે (રવિવારે) હરિદ્વારમાં તેમની અસ્થિઓને તેમના પરિવારજનો દ્વારા ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવી હતી. આ દરમિયાન વાજપેયીજીની દત્તક પુત્રી નમિતા, જમાઇ રંજન ભટ્ટાચાર્ય અને પૌત્રી નિહારીકા  ગંગા નદીના કિનારે આવેલા બ્રહ્મકુંડ પહોંચ્યા હતા જ્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે અસ્થિઓનું ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

અસ્થિ વિસર્જન કરતા પહેલા હરિદ્વારના ભલ્લા ગ્રાઉન્ડથી અસ્થિ કળશ યાત્રા નીકળી હતી, જે હર કી પૌડી પર પુરી થઇ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. આ યાત્રામાં સામેલ થવા માટે 200 બસમાં 15000 હજાર ભાજપના કાર્યકર્તાઓ દેહરાદૂનથી હરિદ્વાર પહોંચ્યા હતા.

અસ્થિ વિસર્જન કરવા માટે વાજપેયીજીના પરિવાર સહિત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત, કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ અજય ભટ્ટ તેમજ હરિદ્વારથી ભાજપના સાંસદ રમેશ પોખરિયાલ નિશંક પણ ઉપસ્થિત રહ્યા હતા.


ઉલ્લેખનીય છે કે વાજપેયજીની અસ્થિ માત્ર ગન્ગા નદીમાં જ નહીં પરંતુ દેશભરની ઘણી નદીઓ તેમજ ઉત્તર પ્રદેશની તમામ નદીઓમાં વિસર્જિત કરવામાં આવશે. નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વાજપેયીજીના નિધન બાદ જાહેરાત કરી હતી કે વાજપેયીજીની અસ્થિઓને ઉત્તરપ્રદેશની તમામ નદીઓમાં વિસર્જિત કરવામાં આવશે.

 

error: Content is protected !!