રામ મંદિર વિવાદ: શ્રી શ્રીની સમાધાન ચર્ચામાં સામેલ થવાનો વિશ્વ હિન્દુ પરિષદે કર્યો ઇનકાર

લખનૌ, દેશગુજરાત: એક તરફ શ્રી શ્રી રવિશંકર અયોધ્યા માં સંતો સાથે મુલાકાત કરી વિવાદને ઉકેલાનો પ્રયત્ન કરી રહ્યા છે. બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)એ શ્રી શ્રીની સમાધાન ચર્ચામાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, શ્રી શ્રી રવિશંકર આજે (ગુરુવારે) આ વિવાદ અંગે ચર્ચા કરવા અયોધ્યા પહોંચ્યા છે.

વીએચપીના પ્રવક્તા શરદ શર્માએ કહ્યું હતું કે, તેઓ શ્રી શ્રી દ્વારા કરવામાં આવી રહેલી સમાધાન ચર્ચામાં ભાગ લેશે નહીં. ઉલ્લેખનીય છે કે, બુધવારે શ્રી શ્રીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે લખનૌમાં આ મુદ્દે મુલાકાત કરી હતી. શ્રી શ્રી રવિ શંકર ઈચ્છે છે કે, અયોધ્યામાં મંદિર અને મસ્જિદ બંને બની જાય. પરંતુ મંદિર આંદોલન સાથે સંકળાયેલા હિન્દૂ સાધુ – સંતો તે માટે તૈયાર નથી.

error: Content is protected !!