બાહુબલી 2ની આગેકૂચ યથાવત; સો દિવસ પૂરા થવા આવ્યા પણ કમાણીનો ચરખો ચાલુ જ

મુંબઈ, દેશગુજરાત

મોડર્ન યુગમાં જ્યારે હિંદી ફિલ્મો બે દિવસ બાદ પાણી પણ નથી માંગતી એવા સમયમાં ઓરીજીનલ તેલુગુ અને હિંદીમાં ડબ કરવામાં આવેલી ‘બાહુબલી 2’ ફિલ્મે થિયેટરોમાં 82 દિવસ પૂરા કરવા સાથે એક હજાર કરોડની કમાણીનો આંક પણ પસાર કર્યો છે. જો કે કમાણીનો આ આંકડો તમામ ભાષાઓનું કલેક્શન છે.

હિંદી ફિલ્મોના બિઝનેસ પર નજર રાખતી એક વેબસાઈટના જણાવ્યા અનુસાર દેશના ઘણાબધા સિનેમાગૃહોમાં આ ફિલ્મ હજીપણ ચાલી રહી છે. બાર અઠવાડિયા બાદ પણ સમગ્ર ભારતમાં આ ફિલ્મ પચીસ સ્ક્રિન્સ પર દેખાડવામાં આવી રહી હોવાનું આ વેબસાઈટે ઉમેર્યું હતું.

આ અઠવાડિયાના અંતે ફિલ્મનું હિંદી વર્ઝન લગભગ આઠ લાખ રૂપિયા કમાશે તેવો અંદાજ છે. જો આગલા બે અઠવાડિયાની વાત કરીએ તો ગત અઠવાડીએ આ ફિલ્મે સાડત્રીસ લાખની કમાણી કરી હતી અને તેના અગાઉના અઠવાડિયામાં આ આંકડો સાડાચૌદ લાખ રહ્યો હતો.

અહીં એ નોંધપાત્ર છે કે સાડત્રીસ લાખ રૂપિયા ઘણી ફિલ્મો તેના પ્રથમ ત્રણ દિવસોમાં પણ કમાઈ શકતી નથી.

આ વર્ષે 39માં મોસ્કો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત અને રશિયાના સંબંધોના સિત્તેર વર્ષની ઉજવણીનાં ભાગરૂપે પ્રથમવાર ભારતિય સિનેમા માટે એક ખાસ સેક્શન રાખવામાં આવ્યું છે જે ‘ઇન્ડિયન પેનોરમા’ તરીકે ઓળખાશે જેમાં ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કેટલીક અદ્ભુત ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે.

આ ફિલ્મોમાં બાહુબલીના બન્ને ભાગ ઉપરાંત, બેડમેન, અ ડેથ ઇન ધ ગંજ, ગુજરાતી ફિલ્મ બેયાર, યુટર્ન અને કોથાનોડી પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રસંગે બાહુબલી સિરીઝના નિર્દેશક એસ એસ રાજમૌલી રશિયા, ભારત અને વિશ્વભરના સ્ટાર્સ સાથે હાજરી આપશે.

બાહુબલી 2ના હિંદી વર્ઝનની અત્યારસુધીની કુલ કમાણી રૂ. 510.20 કરોડ થઇ છે.

error: Content is protected !!