ગોધરામાં એસ.ટી. બસમાં બાળકનો જન્મ

ગોધરા, દેશગુજરાત: રાજ્ય પરિવહન બસમાં બાળક જન્મની એક અનન્ય ઘટના બની હતી.

આ ઘટના મધ્ય ગુજરાતમાં જિલ્લાના મુખ્યમથક ગોધરામાં થઈ હતી.

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (જીએસઆરટીસી)ની બસ રાજપીપળાથી ફતેપુરા જઈ રહી હતી તે દરમિયાન બસમાં સવાર ગર્ભવતી આદિવાસી મહિલાને પ્રસવ પીડા થઇ રહી છે.

આ બાબતને ધ્યાને લઈને બસ ડ્રાઈવરે સમય સુચકતા વાપરી બસ સ્થાનિક સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી. આ દરમિયાન હોસ્પિટલ તંત્રને અગાઉથી જાણ કરવામાં આવી હતી.

સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં બસ પહોંચતા જ સિવિલ સર્જન ડૉ. સાગર નર્સિંગ સ્ટાફ સાથે બસમાં પહોંચ્યા હતા.

બસની સીટ પર સરળતાથી અને સફળતાપૂર્વક બાળકનો જન્મ કરાવવામાં આવ્યો હતો. પ્રસુતિ બાદ નવજાત શિશુ અને માતા બંનેની સ્થિતિ સારી હતી.

error: Content is protected !!