બૈગન મુસલ્લમ

તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૧૫ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે

સામગ્રી :

-૪થી ૫ નાના રીંગણા
-તળવા માટે તેલ
-૪ ચમચા ઘી
-૧ ચમચી જીરું
-૧ કપ કાંદા બારીક સમારેલા
-૨ ચમચી આદુ-લસણની પેસ્ટ
-૧ ચમચી લાલ મરચાંની ભૂકી
-૨ ચમચી ધાણાનો પાઉડર
-૧/૪ ચમચી હળદર
-૧૧/૨ કપ ટામેટા બારીક સમારેલા
-૧/૪ કપ તાજા ટામેટાની પ્યુરે (ઘટ્ટ રસ)
-૧/૨ ચમચી સાકર
-મીઠું સ્વાદાનુસાર
-૩ ચમચા તાજી મલાઈ
-૨ ચમચા કોથમીર બારીક સમારેલી

રીત :

– રીંગણાની છાલ કાઢી મોટા ચોરસ ટુકડામાં સમારવા.
– એક કઢાઈમાં તેલ ગરમ કરી મઘ્યમ તાપે રીંગણાને ગોલ્ડન ગ્રાઉન રંગના તળો. એકબાજુ મુકો.
– એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં જીરું નાખો.
– જીરું તતડી જાય એટલે તેમાં કાંદા, નાંખી સાંતળો.
– પછી તેમાં આદુ-લસણની પેસ્ટ, લાલ મરચાંની ભૂકી, ધાણાનો પાઉડર, હળદર અને ૧ કપ પાણી નાંખી ૪થી ૫ મિનિટ ઉકાળો.
– તેમાં ટામેટા નાખી ગ્રેવીમાંથી ઘી છૂટં પડે ત્યાં સુધી સાંતળો.
– તેમાં રીંગણા, ટામેટો પ્યુરે, સાકર અને મીઠું નાંખી ૩થી ૪ મિનિટ હલાવો.
– કઢાઈને ગેસ પરથી ઉતારી મલાઈ નાંખી મિક્સ કરો. ઉપરથી કોથમીર ભભરાવી ગરમ-ગરમ પીરસો.

error: Content is protected !!