બાંગ્લાદેશી ઘૂસણખોરીઓને દેશમાં રહેવા દેવામાં આવશે નહીં : અમિત શાહ

મેરઠઃ બાંગલાદેશી ઘૂસણખોરી અને તેને આશરો આપવાને લઈને રાજકીય પાર્ટીઓ સેમ-સામે નિવેદનો આપી રહી છે. ત્યારે મેરઠ જિલ્લાનાં સુભારતી વિશ્વવિદ્યાલયનાં શહીદ માતાદીન વાલ્મીકિ પરિસરમાં 2 દિવસનાં પ્રદેશ કાર્યસમિતિનાં સમાપન સત્રમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે, “બાંગ્લાદેશી ઘૂસણખોરોને દેશમાં રહેવા દેવામાં આવશે નહીં. પરંતુ સંપૂર્ણ સમ્માન તથા નાગરિકતા મળે, જેનાં માટે અમે સંકલ્પબદ્ધ છીએ. અમને દેશમાં રહેનારા હિંદુ અને મુસલમાન બંને લોકો માટેની વિશેષ ચિંતા છે.”

જોકે, આ બેઠકમાં મીડિયાને પ્રવેશની અનુમતિ આપવામાં આવી ન હતી. પાર્ટીના સભ્યોનો જુસ્સો વધારતા કહ્યું કે, “તમે મોદી-યોગી સરકારની યોજનાઓને જનતાની વચ્ચે લઇને જાઓ, ગલી-મોહલ્લાઓ સુધી પહોંચો અને જો તમે લોકો ચટ્ટાનની જેમ ઉભા રહેશો તો પાર્ટીની જીત નક્કી છે.” શાહના આ નિવેદનો અંગે ભાજપનાં રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવ અને પ્રદેશ અધ્યક્ષ ડૉ. મહેન્દ્રનાથ પાંડેએ માહિતી આપી હતી.

error: Content is protected !!