લોકસભાએ બૅન્કિંગ રેગ્યુલેશન (એમેન્ડમેન્ટ) ખરડો 2017 પસાર કર્યો

નવી દિલ્હી : લોકસભાએ ધ્વનિ મતથી બૅન્કિંગ રેગ્યુલેશન (એમેન્ડમેન્ટ) ખરડો 2017 પસાર કર્યો છે. આ ખરડો આ વર્ષના 4 મેના જાહેર કરાયેલા બૅન્કિંગ રેગ્યુલેશન (એમેન્ડમેન્ટ) વટહુકમ 2017ની જગ્યા લઇ લેશે.

બૅન્કોની લોન ન ચૂકવાઇ હોય તેવા કેસો સાથે કામ પાર પાડવા માટેની જોગવાઇઓ દાખલ કરવા બૅન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949માં સુધારો કરવાની આ ખરડામાં જોગવાઇ છે.

સ્ટ્રેસ્ડ મિલકતો એવી લોન છે જેની ચુકવણી નથી કરાઇ હોતી અને લેણદારે દેવાળું ફૂંક્યું હોય છે કે જેથી લોનની પુન:રચના કરાઇ હોય છે. આ કાયદો ઇન્સોલવન્સી (નાદારી) રિઝોલ્યુશન પ્રોસેસ હાથ ધરીને ખાસ સ્ટ્રેસ્ડ એસેટ્સનો ઉકેલ લાવવા બૅન્કોને આદેશ આપવાની રિઝર્વ બૅન્કને સત્તા આપશે
આ ખરડા પરની ચર્ચાનો જવાબ આપતાં નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે આર્થિક વિકાસ માટે દેશને મજબૂત બૅન્કિંગ સિસ્ટમની જરૂર છે.

તેમણે જણાવ્યું હતું કે જો બૅન્કિંગ સિસ્ટમ મજબૂત હશે તો વેપાર-ઉદ્યોગની જરૂરિયાતો માટે નાણાં ધીરવાની તેની ક્ષમતા હશે. તેમણે જણાવ્યું હતું કે સ્ટીલ ક્ષેત્ર એનપીએનું સૌથી મોટું દેવાદાર છે અને સરકારે આ ક્ષેત્રના પુનરુત્થાન માટે પહેલ કરી છે, જેથી સ્ટીલ કંપનીઓ બૅન્કો પાસેથી તેમણે લીધેલી લોનો ભરપાઇ કરી શકે. તો રાજ્યોની પાવર વિતરક કંપનીઓ માટે સરકાર ઉદય સ્કીમનો અમલ કરી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે 2001-2002 દરમિયાન કુલ નોન પરફોર્મીંગ એસેટસ(એનપીએ) 13 ટકા હતી, જે 2007-2008માં ઘટીને 2.1 ટકા થઇ ગઇ છે. કારણકે આ સમય દરમિયાન ઔદ્યોગિક વિકાસ ઘણો સારો રહ્યો હતો.

error: Content is protected !!