આરબીઆઈએ નોટોનાં છાપકામમાં કર્યો 5 ગણો વધારો

નવી દિલ્હી: તાજેતરમાં બેંકોમાં રોકડ ઓછી હોવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સ્થિતિ બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોટોના છાપકામમાં પાંચ ગણો વધારો કર્યો છે.

નાણાં મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, રોકડના સ્ટોકને જાળવી રાખવા નોટોના છાપકામમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અધિકારીએ ઉમેર્યું કે, અગાઉ એક મહિનામાં 10 થી 15 હજાર કરોડ રૂપિયાની નોટો છાપવામાં આવતી હતી. પરંતુ 29 એપ્રિલથી નોટોનું છાપકામ દરરોજ 500 કરોડ રૂપિયાથી વધારીને 2,500 કરોડ કરવામાં આવ્યું છે. જે હિસાબે મહિનામાં અંદાજે 75 હજાર કરોડની નોટો છાપવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે, એક મહિનામાં રૂ. 70 થી 80 હજાર કરોડથી વધારે રોકડ જમા કરવા માટે તમામ ચારેય પ્રિન્ટિંગ કેન્દ્રો અઠવાડિયામાં સાતેય દિવસ કામ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ના નિર્ણય બાદ નોટો છાપવાનું શરુ કરાયું છે. હવે આરબીઆઈના આગલા આદેશ સુધી પ્રિન્ટિંગનું કામ ચાલુ રહેશે. માહિતી મુજબ, આરબીઆઈ પાસે 1.75 લાખ કરોડ રૂપિયાની રોકડ છે.

error: Content is protected !!