બીટરૂટનું અથાણું

સામગ્રી :

બીટ : નંગ
સરકો : ૬૦૦ મિલી
ગરમ મસાલો : ૧૫ ગ્રામ
મરી પાઉડર : ૫ ગ્રામ
મૂળો : ૧ નંગ
મીઠું : સ્‍વાદ મુજબ

બનાવવાની રીત :

સૌ પહેલાં તાજા મધ્‍યમ કદના બીટરૂટને પસંદ કરો. પછી તેને ધોઇને સાફ કરીને ઓવનમાં ૩૦-૪૦ મિનિટ સુધી બેક કરી લો. ઠંડા કરીને છાલ ઉતારી લો અને એક સે.મી. ની લાંબી ચીરીમાં સમારી લો. પછી એક મોટા મોઢાવાળી બોટલમાં તે કાતરી નાંખી દો. સરકામાં બાકીની બધી સામગ્રી ભેળવી દો. ત્‍યાર બાદ તેને ઉકાળીને ફરી ઠંડું થવા દો. ઠંડા થયા બાદ બીટરૂટ ઉપર બોટલમાં તેને રેડી દો. તે પૂરેપૂરા ડૂબી જવા જોઇએ અને બોટલનું ઢાંકણું બંધ કરીને સૂકી જગ્‍યાએ રાખી દો.

error: Content is protected !!