ભાવનગર: ખાનગી મીની બસ નાળામાં ખાબકતા 4 લોકોના ઘટનાસ્થળે મોત, 30થી વધુ ઈજાગ્રસ્ત

ભાવનગર : ભાવનગરમાં વલ્લભીપુરનાં ચમારડી જતા રસ્તા પર આજે (સોમવાર) ખાનગી મીની બસ નાળામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 4 લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત 30થી વધુ લોકોને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બસ આશરે 25 ફૂટ ઉંડા ખાડામાં ખાબકી હોવાથી બચાવ કામમાં પણ સમસ્યા આવી રહી હતી.

ડ્રાયવરે સ્ટેરિંગ પરથી કાબુ ગમાવતા અકસ્માત સર્જાઓનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે. અકસ્માતની જાણ થતા વલ્લભીપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી બાદ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી. આ સાથે જ અકસ્માતની ઘટનાને બનતા આપસપાસના ગામ લોકો મદદ માટે દોડી આવ્યા હતા. આ સાથે ગમખ્વાર અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.જેને કારણે વલભીપુરથી ચમારડી તરફના રસ્તા પર પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!