રાજ્યસભામાં રજૂ કરાયું ટ્રિપલ તલાકનું બિલ, વિપક્ષોએ કર્યો હોબાળો

નવી દિલ્હીઃ રાજ્યસભામાં આજે (બુધવારે) કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ટ્રિપલ તલાક બિલ રજૂ કર્યું હતું. રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ રજૂ કરવામાં આવતા જ  લેફ્ટ તથા અન્ય પક્ષોએ આ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો. હોબાળો મચતા જ રાજ્યસભાને  ગુરુવાર સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં કહ્યું,  લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પાસ થયું તે દરમિયાન મુરાદાબાદમાં જ એક મહિલાને દહેજનના મુદ્દે ટ્રિપલ તલાક આપવામાં આવ્યા હતા.  રાજ્યસભામાં અન્ય પક્ષો સાથે સહમતિ વિના બિલ પાસ થઇ શકશે નહીં. જો સરકાર બિલ પાસ કરાવવા અડગ રહેશે તો વિપક્ષ અમેન્ડમેન્ટ લાવી શકે છે જેના પર બહુમતીના અભાવે સરકારને મુશ્કેલી પડી શકે છે.

નોંધનીય છે કે, હાલ રાજ્યસભામાં ભાજપ અને કોંગ્રેસ બંનેના 57 સભ્યો છે. આ સાથે જ અન્ય પક્ષોની વાત કરીએ તો, સમાજવાદી પાર્ટીના 18, એઆઇડીએમકેના 13, ટીએમસીના 12, બીજેડીના 8, એનસીપી, જેડીયુના 7 અને બીએસપીના 5 સભ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ બિલમાં એકવારમાં ત્રણ તલાકને કાયદેસરનો ગુનો ગણાવાયો છે અને દંડનીય અપરાધની કેટેગરીમાં મુકવામાં આવ્યો છે. જેમાં બિન જામીન પાત્ર ગુનો હોવાની સાથે દંડની પણ જોગવાઇ કરવામાં આવી છે.  બીજી તરફ કોંગ્રેસ દ્વારા આ બિલમાંથી બિન જામીનપાત્ર જોગવાઈને હટાવીને આ ગુનાને જામીનપાત્રની શ્રેણીમાં લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

error: Content is protected !!