બાયોકેમ USA અને રાજ્ય સરકાર વચ્ચે MOU સંપન્ન

ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં બાયોકેમ USA અને રાજ્ય સરકારના ઊદ્યોગ વિભાગ વચ્ચે દહેજ પી.સી.પી.આઇ.આર.માં વિશાળ બાયો રિફાઇનરી નિર્માણ માટેના MOU સંપન્ન થયા હતા.

બાયોકેમના શ્રી યોગી સરીન અને ઊદ્યોગના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસે આ MOU પર હસ્તાક્ષર કર્યા હતા.

અંદાજે રૂ. ૩૦૦૦ કરોડના રોકાણથી આ પ્લાન્ટ આકાર પામવાનો છે અને ર૦૦૦ જેટલી નવી રોજગારીની તકોનું સર્જન થવાનો અંદાજ છે.

આ એમ.ઓ.યુ. અન્વયે દહેજ પી.સી.પી.આઇ.આર.માં વાર્ષિક ૧૦ લાખ ટન કોર્ન અને ૩ લાખ ટન બાયો માસ ઉત્પાદનનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે જેમાં પ્રોટિન ફીડ ફોર એનીમલ્સ, બાયોફયુઅલ ઇથાનોલ, ઇડેબલ કોર્ન ઓઇલ અથવા બાયોડિઝલ ઉત્પાદન થવાનું છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આ પ્લાન્ટ ઝિરો લીકવીડ ડિસ્ચાર્જ પ્લાન્ટ હોવાને કારણે પર્યાવરણ જાળવણી થશે. બાયોફયુલ પ્રોજેકટ ર૪ થી ૩૦ મહિનામાં કાર્યરત થશે તેમજ ખેડૂતોની આવકમાં પણ આ પ્રોજેકટ વૃધ્ધિકારક બનશે. એટલું જ નહિ રાજ્ય અને દેશના G.D.P માં પણ વધારો થશે.

આ MoU સાઇનીંગ વેળાએ નાણાના અધિક મુખ્ય સચિવ શ્રી અરવિંદ અગ્રવાલ, ઊદ્યોગ કમિશનર શ્રીમતી મમતા વર્મા, જી.આઇ.ડી.સી.ના એમ.ડી. સુશ્રી ડી. થારા, ઇન્ડેક્ષ્ટ-બી ના એમ.ડી. રાજકુમાર બેનિવાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!