બિટકોઈન કેસ: ત્રણ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો કોર્ટનો હુકમ, મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર

સુરતઃ 155 કરોડના બિટકોઈન કેસમાં ઝડપાયેલા ત્રણ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ આજે (મંગળવારે) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે ત્રણેય આરોપીઓને લાજપોર જેલ મોકલવાનો હુકમ કર્યો હતો.

સુરત 155 કરોડના બિટકોઈન કેસમાં જીગ્નેશ મોરડીયા,મનોજ ક્યાડા અને ઉમેશ ગોસ્વામીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અગાઉ કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જોકે, કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે  બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ત્રણેય આરોપીઓને લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, આ કેસના ફરિયાદી અને મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટ હજુ પણ ધરપકડથી દૂર છે.

error: Content is protected !!