સંસદમાં દરરોજ ધમાલ કરવાની કોંગ્રેસની રણનીતિ છે, 30 પાનાનું ડોઝિયર બનાવવામાં આવ્યું છે

નવી દિલ્હી, દેશગુજરાત: સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં અગાઉથી જ રખાયેલી અપેક્ષા પર ખરી ઉતરવા માગતી હોય તેમ કોંગ્રેસ પાર્ટી દ્વારા દરરોજ નવા મુદ્દે હોબાળો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા દરરોજ કરવામાં આવતા એકના એક રટણને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું કે, કોંગ્રેસ દ્વારા ચોમાસુ સત્રમાં દરરોજ નવી ધમાલ કરવાની રણનીતિ અગાઉથી જ ઘડી કાઢવામાં આવી છે. ભાજપ દ્વારા ત્યાં સુધી કહેવામાં આવ્યું કે, કોંગ્રેસે આ સંબંધમાં લગભગ 30 પાનાનો ડોઝિયર બનાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના રિસર્ચ વિભાગ દ્વારા બનાવવામાં આવેલા આ ડોઝિયરમાં સંસદના બન્ને ગૃહોમાં કેન્દ્ર સરકારના વિરોધમાં દેખાવો તેમજ દેશની જનતાનું ધ્યાન અન્ય બાબતોમાં દોરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. નોંધનીય છે કે, આ ડોજિયરમાં આતંકવાદી હુમલા સહીત લઘુમતીઓ સામેની હિંસાનો અને ગુજરાતમાં જીકા વાયરસનો મુદ્દો પણ સામેલ કરવામાં આવ્યો છે.

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ડોજિયરનો હવાલો આપીને કોંગ્રેસ પાર્ટી પર આક્ષેપ કર્યો કે, કોંગ્રેસે  પહેલેથી જ નક્કી કરી રાખ્યું છે કે તે રોજ ગૌરક્ષકોના કથિત હુમલાઓ અને લીચિંગ જેવા મુદ્દાઓ ઉઠાવીને સંસદની કાર્યવાહીમાં અવરોધ ઉભા કરશે.

 

error: Content is protected !!