સરકારી નોકરીઓમાં ભરતીના નામે ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે ભાજપ સરકાર દ્વારા ચેડા : કોંગ્રેસ

ગાંધીનગર : ગુજરાતના નવ  લાખ યુવાનો એ લોકરક્ષક ની પરીક્ષા આપવા માટે કેટલાય દિવસો થી તૈયારીઓ કરી હતી. અને આજે (રવિવારે)બનાસકાંઠાના વિદ્યાર્થીને સૌરાષ્ટ્રના ભાવનગર સુધી પરીક્ષા દેવા મોકલ્યા પછી પરીક્ષા શરુ થાય એ પહેલા સરકારે જાહેરાત કરવી પડી કે  લોકરક્ષક ભરતીના પેપર ફૂટી ગયા છે માટે પરીક્ષા રદ કરવામાં આવે છે. ગઈકાલ (શનિવારે)થી ખુલ્લેઆમ લાખો રૂપિયામાં આ લોકરક્ષક પરીક્ષાનાં પેપરો બજારમાં વેચતા હતા.

ભાજપની ગુજરાતની ભ્રષ્ટ સરકાર યુવાનોના જીવન સાથે ચેડા કરી રહી છે. જે યુવાનોએ કેટલાય દિવસો થી માનસિક મુશ્કેલીઓ ભોગવી ને ખુબ મહેનત કરી હોય સાવ સામાન્ય પરિવારના યુવાનો ૩૦૦-૩૦૦ કિલોમીટર દુર પરીક્ષા દેવા જાય એમનો જમવાનો,રહેવાનો બીજો ખર્ચો ગણો તો ક્મસેક્મ એક વિદ્યાર્થી પાછળ બે હજાર રૂપિયા થાય. નવ લાખ વિદ્યાર્થીઓનો કરોડો રૂપિયાનો ધુમાડો થયો. અને હવે ગુજરાતના મુખ્યમંત્રી વાત કરે કે, એસ.ટી. બસનું ભાડું આપી દઈએ, તપાસના આદેશ આપ્યા છે. આટલાથી આ સરકાર છુટી ન શકે. યુવાનોને થયેલા નુકશાનનું પૂરેપૂરું ભરપાઈ કરવાની જવાબદારી ગુજરાતની સરકારની છે. ચોર ચોરને પકડવા નીકળે એવું નહીં ચાલે. ગુજરાત સરકારના પાપની તપાસ હાઈકોર્ટના સીટિંગ જજના ધ્વારા બનેલી એક એસ.આઈ.ટી. પૂરી તપાસ કરે જે થી ગુન્હેગારોને સજા થઇ શકે અને ભવિષ્યમાં આવું ન જ બનવું જોઈએ અને જે યુવાનોએ યાતના ભોગવી છે એને વળતર સરકાર જ આપે. ફિક્સ પગારથી યુવાનોનું શોષણ ભાજપની સરકાર કરે છે પરંતુ  પરીક્ષામાં આવા ગોટાળાએ ગુજરાતમાં ક્યારેય ના ચાલી શકે.

Related Stories

error: Content is protected !!