વડાપ્રધાન મોદીના જન્મદિવસને ભાજપા ‘‘સેવાદિવસ’’ તરીકે ઉજવશે: ભરત પંડયા

ગાંધીનગર: ગુજરાત ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડયાએ કહ્યું હતું કે, ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે ૧૭ સપ્ટેમ્બરે ગુજરાતના પનોતા પુત્ર અને ગુજરાતહિત અને દેશહિત જેના હૈયામાં છે તેવા વિઝન, મિશન અને એક્શન લીડર એવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસને સમગ્ર દેશમાં ‘સેવાદિવસ’ તરીકે ઉજવવાનું ભાજપાએ નક્કી કર્યુ છે. પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ સ્વચ્છતા અભિયાન, મેડીકલ કેમ્પ અને વૃક્ષારોપણના કાર્યક્રમોનું આયોજન કરવા માટે સંસદસભ્ય, ધારાસભ્ય સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સંગઠનના તમામ આગેવાનોને અપીલ કરી હતી.

ગુજરાત ભાજપા દ્વારા ‘સેવા દિવસ’ નિમિત્તે ૧૫ સપ્ટેમ્બર થી ૨જી ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ ના મંત્ર સાથે હોસ્પિટલો, મહાપુરૂષોની પ્રતિમાઓ, બસસ્ટેન્ડો, શાળા-કોલેજો, તળાવ-બગીચાઓ વગેરે સ્થાનો પર સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવશે. આ ઉપરાંત નિદાન કેમ્પો અને વૃક્ષારોપણ કાર્યક્રમોમાં પણ અલગ-અલગ સેવાભાવી સંગઠનો તથા સંસ્થાઓને આ ઝુંબેશમાં જોડવામાં આવશે.

error: Content is protected !!