ભાજપ ગુજરાતમાં 160થી વધુ બેઠકો જીતશે, કોંગ્રેસ ‘કટી પતંગ’ થઇ જશે: ઉમા ભારતી

પાલનપુર, દેશગુજરાત: કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ દાવો કર્યો છે કે, ભાજપ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 160થી વધુ બેઠક જીતી જશે અને કોંગ્રેસની હાલત ‘કટી પતંગ’ (કપાયેલી પતંગ) જેવી બની જશે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના હેડક્વાર્ટરમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, અમિત શાહે 150 બેઠકો (182 માંથી)નો લક્ષ્યાંક નક્કી કર્યો છે, પરંતુ મને લાગે છે કે 160થી વધુ બેઠકો ભાજપને મળવા જઈ રહી છે.

કોંગ્રેસની હાલત કપાયેલી પતંગ જેવી થઇ જશે, તેમ ભારતીએ ઉમેર્યું હતું.

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતમાં  ભીડ અંગે ભારતીએ કહ્યું હતું કે, તેમણે યુપીમાં આવી ભીડને પણ ખેંચી લીધી હતી, જ્યાં કોંગ્રેસને મોટી નિષ્ફળતા મળી હતી.

તેમણે રાહુલ ગાંધી અંગે અન્ય કોઈ પ્રશ્નો પર ટીપ્પણી કરવાની મનાઈ કરી દીધી અને કહ્યું કે, રાહુલના નેતૃત્વ હેઠળ કોંગ્રેસની ગરીબ દુર્દશા તેના વિષે બોલી રહી છે.

error: Content is protected !!