ભાજપે નગરપાલિકાની 10માંથી 7 બેઠકો પર જીત મેળવી, અગાઉ કરતા વધુ 3 બેઠકો પર કમળ ખીલ્યું

ગાંધીનગર, દેશગુજરાત: 7 જિલ્લાની 8 નગરપાલિકાની 10 બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીના મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 7 બેઠકો પર જીત મેળવી છે. આમાં ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવેલી 3 બેઠકોનો પણ સમાવેશ થાય છે.

ભાજપે આણંદ, ઓખા, વાંકાનેર, વિસાવદર નગરપાલિકાઓની બેઠકો જાળવી રાખી છે અને ભુજ, જેતપુર-નવગઢ તેમજ બગસારા નગરપાલિકાની બેઠકો કોંગ્રેસ પાસથી છીનવી છે.

ભુજ નગરપાલિકાના બાય-પોલમાં ભાજપના મુસ્લિમ ઉમેદવાર વિજયી રહ્યા છે. ભાજપના ઉમેદવારોએ રાજકોટ અને અમરેલી જિલ્લાઓની નગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવારોને હરાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ આ જ બેઠકોની ચૂંટણીમાં ભાજપે 4 બેઠકો જીતી હતી. આ વખતે ભાજપે સ્કોર વધારીને 7નો કર્યો છે.

error: Content is protected !!