ભાજપ કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી, બહુમતીથી થોડી બેઠકો ઓછી

બેંગલુરુ, દેશગુજરાત: ભારતીય ચૂંટણી પંચ દ્વારા રજુ કરવામાં આવેલા આંકડા મુજબ, કર્ણાટકમાં 224 બેઠકોની વિધાનસભાની ચૂંટણીમાં 112 બેઠકો મેળવી અડધે સુધી પહોંચી ભાજપ એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી છે. બપોરે 2.40 વાગ્યે ભાજપે 106 બેઠકો પર વિજય મેળવ્યો છે. અડધી બેઠકનો આંક 112 છે. આ સાથે, બીએસ યેદીયુરપ્પાને સરકાર રચવા માટે ગવર્નર તરફથી આમંત્રણ આપવામાં આવશે અને તેઓ કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. જોકે, કોંગ્રેસ અને જેડીએસની  એકસાથે મળીને 112 બેઠકોથી વધુ થાય છે. કોંગ્રેસે  જે.ડી.એસ.ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કુમારસ્વામીને સરકાર રચવામાં સમર્થન આપવાનો દાવો કર્યો છે.

લિંગાયતો માટે લઘુમતીના દરજ્જાનો પ્રસ્તાવ કરીને હિન્દુઓને વિભાજીત કરવાના કોંગ્રેસ પક્ષના કાવતરા પાછળની આ સ્થિતિ છે. મોટાભાગની લિંગાયત બેઠક પર ભાજપે જીત મેળવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટી માટે જે સ્થળો પર પ્રચાર અભિયાન ચલાવ્યું હતું તે તમામ બેઠકો  કોંગ્રેસે ગુમાવી છે.

અત્યાર સુધીમાં ભાજપે સ્પષ્ટ  બહુમતી મેળવી લેતા  જેડીએસને અપ્રસ્તુત બનાવી દીધી છે. કારણ કે, સરકારનું નિર્માણ અંગે સવાલો છે.

કર્ણાટકમાં કોંગ્રેસ પક્ષનો મુખ્ય ચહેરો મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ચામુંડેશ્વરી સીટ પર જેડીએસના જીટી દેવેગોડા સામે હારી ગયા, પરંતુ બાદામી સીટ પર સિદ્ધારમૈયાનો વિજય થયો છે.

પક્ષની જીત પર પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે, કોંગ્રેસ  પક્ષના વિભાજનકારી, ઝેરી અને નકારાત્મક રાજકારણને  લોકો દ્વારા સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યું છે. સીતારામન અને અન્ય કેન્દ્રીય મંત્રી રવિશંકર  પ્રસાદે કહ્યું કે, ભાજપ નમ્રતા સાથે વિજયને સ્વીકારે છે. કર્ણાટકના લોકોએ વિકાસના રાજકારણને પસંદ કર્યું છે. આ એક ઐતિહાસિક દિવસ છે. જે નરેન્દ્ર મોદી, તેમનું  નેતૃત્વ, તેમનું કાર્ય અને વિશ્વાસ પ્રત્યે લોકોનો પ્રેમ દર્શાવે છે. આ ભાજપ અધ્યક્ષ અમિત શાહની વ્યૂહરચના, તેમની અને પક્ષના દરેક કાર્યકરો દ્વારા કરવામાં આવતી સખત મહેનતનું પરિણામ છે. લોકોએ વિશ્વાસ મૂક્યો છે અને આ યુગાંતકારી વિજય આપ્યો છે.

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી આ અંગે પ્રતિક્રિયા આપતા ટ્વીટમાં લખ્યું કે, “લોટસ(કમળ)  અને  લૂંટ-અસ (અમને લૂંટો) વચ્ચે જંગ, કર્ણાટકના લોકોએ લૂંટ-અસ સરકારને છોડીને લોટસની પસંદગી કરી છે. લોટસે જીતવાનો સીલસીલો યથાવત રાખ્યો છે.”

error: Content is protected !!