દીવ: દરીયામાં આવેલા બાણામાં બોટ અથડાતા બોટમાં કાણું પડ્યું, 7 ખલાસીઓને બચાવી લેવાયા

દીવ: દીવની બોટમાં માછીમારો ફીશીંગ કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન વણાકબારાંના ગોમતી માતા બીચ પાસે દરીયામાં આવેલા બાણામાં  બોટ અથડાતા બોટમાં કાણું પડી ગયું હતું. બોટમાં કાણું પડવાને કારણે બોટમાં પાણી ભરવાનું શરુ થઇ ગયું હતું અને જોતજોતામાં બોટ નાગવાના દરીયામાં ગરકાવ થઇ ગઈ હતી. જોકે, બોટમાં સવાર માછીમારોને ભારે જહેમત બાદ બચાવી લેવાયા હતા.

વણાંકબારા ખાતે દરીયામાં આવેલ બાણાના કારણે માછીમારોને અવાર નવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે.  દીવના વણાકબરાથી ડીડી-૦2- એમએમ – 720 નંબર પાસીંગવાળી માવજી રામાં બામણિયા સાઉદવાડીની મેઘના નામક બોટ ફિશીંગ માટે રવાના થઈ હતી. જે બાદ બોટ  બાણામાં બોટ અથડાતા બોટમાં કાણું પડી ગયું હતું. બોટ દરિયાના પાણીમાં ગરકાવ થઇ ત્યારે ત્યાં નજીકમાં હાજર અન્ય બોટમાં રહેલા ખલાસીઓએ તેમજ વિજય વોટર સ્પોર્ટ્સ દ્વારા ડૂબતા માછીમારોને બચાવી લેવાયા હતા.

દરીયામાં આવેલ બાણાના કારણે માછીમારો ઘણી વખત મોટી દુર્ઘટનાના શિકાર બનતા હોય છે. 16 ઓગસ્ટે પણ બાણાં નજીક એક બોટમાંથી ૩ ખલાસીઓ દરીયામાં ફેંકાયા હતા. જોકે, સદનસીબે તેમનો બચાવ થયો હતો.

નોંધનીય છે,  દુર્ઘટનાગ્રસ્ત થયેલા આ બોટમાં કુલ 7 ખલાસીઓને બચાવી લેવાયા હતા. પરંતુ બાદમાં બોટ દરીયામાં ગરકાવ થઇ ગઈ હતી, જેના કારણે બોટ માલિકને આશરે 50 લાખનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

error: Content is protected !!