બજેટ-2018: ગરીબ પરિવારોને મળશે વાર્ષિક રૂ. 5 લાખનું સ્વાસ્થ્ય વીમા કવચ

નવી દિલ્હીઃ નાણામંત્રી અરુણ જેટલીએ આજે (ગુરુવારે) લોકસભામાં કેન્દ્રીય બજેટ-2018-19 રજૂ કર્યું હતું. જેમાં નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ (રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના) અંતર્ગત હવે 10 કરોડ ગરીબ પરિવારો માટે વાર્ષિક 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમા (હેલ્થ ઇન્શ્યોરન્સ)ની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને જેટલીએ કહ્યું કે,  વિશ્વનો સૌથી મોટો હેલ્થ કેર પ્રોગ્રામનો ઓછામાં ઓછા 50 કરોડ લોકોને લાભ મળશે.

error: Content is protected !!