હાઈ સ્પીડ રેલ્વે કોરિડોર ભારતની વિકાસ યોજનાનો પ્રમુખ ઘટક છે : રેલ્વે મંત્રી

નવી દિલ્હી: મીડિયા દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રેલ્વે મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે, બુલેટ ટ્રેન દેશના વિકાસનો ભાગ છે. મીડિયાએ પૂછ્યું કે શું દેશને ખરેખર બુલેટ ટ્રેનની જરૂરિયાત છે? ત્યારે પીયુષે ગોયલે તેનો જવાબ લાંબોલચક આપ્યો અને બુલેટ ટ્રેનનો વિરોધ કરતા લોકો પર પણ નિશાન સાધ્યુ હતું.

ગોયેલે કેન્દ્ર સરકારની બુલેટ ટ્રેન યોજનાનો બચાવ કરતા કહ્યું કે, આ દેશના વિકાસની યોજનાનો ભાગ છે. ઓનલાઈન પ્રશ્ન પૂછવા અને જવાબ એકત્રિત કરવાવાળા એક મીડિયા દ્વારા પૂછાયેલા પ્રશ્ન પર ગોયલે આ વાત કહી છે. મીડિયાએ પૂછ્યુ હતુ કે શું દેશને ખરેખર બુલેટ ટ્રેનની જરૂરિયાત છે? તેના જવાબમાં તેમણે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ યોજના (બુલેટ ટ્રેન પ્રોજેક્ટ)નો બચાવ કર્યો હતો. આ સાથે તેમણે ગ્રાફિક્સ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો પણ જાહેર કરી. ગોયલે કહ્યું કે, ભારત ઝડપથી વિકાસ કરતી અર્થવ્યવસ્થા છે જેને હજુ વિકાસ સંબંધિત જરૂરિયાતો છે. ભારતની વિકાસ યોજનાનો પ્રમુખ ઘટક એ છે કે અત્યારે રેલ નેટવર્કને અપગ્રેડ કરવામાં આવે સાથે જ હાઈ સ્પીડ રેલ્વે કોરિડોરનો વિકાસ કરવામાં આવે જેને બુલેટ ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે.

ગોયલે કહ્યું કે, આધુનિકતાને કેટલીય વાર વિરોધનો સામનો કરવો પડે છે. ઈતિહાસ આપણને જણાવે છે કે, આધુનિકતા દેશની પ્રગતિ માટે ઘણું ફાયદાકાર હોય છે. રેલ્વે મંત્રીએ વર્ષ 1968માં રાજધાની ટ્રેનોને શરૂ કરવાનું ઉદાહરણ આપ્યું તે સમયે આનો વિરોધ રેલ્વે બોર્ડના અધ્યક્ષ સહિત કેટલાક લોકોએ કર્યો હતો.

તેમણે વિરોધ કરતા લોકોને કહ્યું કે, શું તમે જનતાને પીડિત અસુરક્ષિત રાખવા માંગે છે? તેમણે કહ્યું કે બુલેટ ટ્રેનનો વિરોધ કરનાર શું હજુ પણ 100 વર્ષ જૂની ટેકનોલોજીમાં વિશ્વાસ રાખે છે. તેમણે કહ્યું આ કોઈ દલીલ નથી પણ રેલ્વેમાં સમસ્યાઓ 1-2 વર્ષ જૂની છે. આ સમસ્યાઓ વર્ષોથી ચાલતી આવી છે અને 2014માં આપણને વારસામાં મળી હતી.

error: Content is protected !!