અમદાવાદની સી.એસ. સમેરિયા કોલેજ બંધ કરવાનો નિર્ણય લેવાયો, 550 વિદ્યાર્થીનીઓનું ભાવિ અદ્ધર તાલ

અમદાવાદ: અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલી સીએસ સમેરિયા કોલેજ વિવાદમાં આવી છે. કોલેજમાં સુવિધાનો અભાવ હોવાને પગલે ગુજરાત યુનિવર્સીટીએ કોલેજને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જોકે આ નિર્ણયને કારણે હાલ આ કોલેજમાં એસ.વાય અને ટીવાય બીકોમનો અભ્યાસ કરી રહેલી 550 વિદ્યાર્થીનીઓનું ભાવિ અદ્ધર તાલ થયું છે. જેને લઈને વિદ્યાર્થીનીઓમાં નારાજગી ફેલાયો છે. બીજીતરફ કોલેજના સંચાલકોએ પણ ગુજરાત યુનિવર્સિટી પર દોષનો ટોપલો ઢોળી જવાબદારીમાંથી છટકી ગયાં છે.

કોલેજ પ્રશાસને વિદ્યાર્થીનીઓને જણાવ્યું કે, આગામી સત્ર એટલે કે દિવાળી પછી કોલેજ બંધ થઇ જવાની હોવાથી અન્ય કોલેજમાં એડમિશન લઈ લેવું.

આ મુદ્દે કોલેજના ટ્રસ્ટીઓ અને સંચાલકોને પુછતાં તેઓએ હાથ ઉંચા કરી લીધા અને કેમેરા સમક્ષ કશુ જ કહેવાનો ઇન્કાર કર્યો છે. નોંધનીય છે કે, કોલેજ માટે મંજુરી માંગવામાં આવી હતી ત્યારે કોલેજ પ્રશાસને વિદ્યાર્થીઓ માટે નવી બિલ્ડીગ અને અન્ય સુવિધાઓ આપવાનો વાયદો કર્યો હતો. કોલેજ બિલ્ડીંગ નવી બનાવવામાં ન આવી પરંતુ વિદ્યાર્થીનીઓને અન્ય કોલેજમાં અભ્યાસ કરાવી વિદ્યાર્થીનીઓ તેમજ વાલીઓને છેતરવાનું કામ કર્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

error: Content is protected !!