ચતુરંગી અથાણું

સામગ્રી :

ફૂલકોબી : ૫૦૦ ગ્રામ
ગાજર : ૫૦૦ ગ્રામ
હળદર : ૨૦૦ ગ્રામ
મરચું : ૨૫ ગ્રામ
રાઇના કુરિયાં : ૨૦૦ ગ્રામ
શલગમ : ૧૦૦ ગ્રામ
લીલા વટાણાં : ૨૫૦ ગ્રામ
તેલ : ૨૦૦ ગ્રામ
મીઠું : સ્‍વાદ મુજબ
મેથીદાણા : ૧૦ ગ્રામ

બનાવવાની રીત :

વટાણાના દાણા કાઢી લો. તે સિવાયના બધાં શાકભાજીના ટુકડા કરી લો. પછી ગરમ પાણીમાં બધું જ શાક પ મિનિટ માટે ઉકાળો અને તરત જ પાણીમાંથી બહાર કાઢી નિતારીને ૧ કલાક માટે તડકે સુકવી દો. ૨૦૦ મિલી તેલમાં શાકભાજી રગદોળી લો. પછી બધો મસાલો સારી રીતે તેમાં નાખીને બરણીમાં ભરી લો. એક તપેલામાં ૫૦ મિલી. તેલ ગરમ કરો. હિંગ અને રાઇ કુરિયા નાખો. મેથીદાણા શેકીને વાટી લો. પછી તે વઘારને અથાણાં પર રેડી દો અને બરણી તરત જ બંધ કરી દો. બીજા દિવસે તેલમાં અથાણું ડુબાડી દો. એક અઠવાડિયું તેને તડકામાં રાખો.

error: Content is protected !!