ટ્રિપલ તલાક બીલને કેબીનેટની મંજુરી, હવે સંસદમાં રજુ કરાશે

નવી દિલ્હી: ટ્રિપલ તલાક મુદ્દે કેબિનેટે મંજૂરી આપી દીધી છે. કેબિનેટે પણ ટ્રિપલ તલાકને ગુનાહિત પ્રવૃતિ ગણાવી. સરકાર ટ્રિપલ તલાકનું બિલ સંસદમાં રજૂ કરશે. ટ્રિપલ તલાક પર 3 વર્ષની જેલની સજાની પણ જોગવાઇ છે. મુસ્લિમ મહિલાઓ માટે અતિ મહત્વનું ગણાતો મુદ્દો ટ્રિપલ તલાક. જેને બિલને કેબિનેટે મંજૂરી આપી દેતા તેને હવે સરકાર સંસદમાં રજૂ કરી શકશે.

આ કાયદા બાદ કોઇપણ મુસ્લિમ પતિ જો પત્નીને ટ્રિપલ તલાક આપશે તો તે ગેર-કાયદે ગણાશે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ વર્ષે 22મી ઑગસ્ટના રોજ આપેલા પોતાના નિર્ણયમાં સદીઓથી ચાલી રહેલ આ ઇસ્લામિક પ્રથાને અસંવૈધાનિક ગણાવી હતી.

કેન્દ્ર સરકાર તેના માટે ઘણા સમયથી તૈયારી કરી રહી હતી. 1 ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ તૈયાર કરીને રિવ્યુ માટે મોકલવામાં આવ્યો હતો અને 10 ડિસેમ્બરના રોજ સૂચનો મંગાવ્યા હતા.  બિલને ઝારખંડ, અસમ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોનું સમર્થન મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બિલની અંતર્ગત કોઇપણ સ્વરૂપમાં આપવામાં આવેલ ટ્રિપલ તલાક તે પછી મૌખિક હોય, લેખિત કે મેસેજમાં તે ગેરકાયદે ગણાશે. જે પણ ટ્રિપલ તલાક આપશે તેને ત્રણ વર્ષની સજા અને દંડ થઇ શકે છે. એટલે કે ટ્રિપલ તલાક આપવા બિન-જામીનપાત્ર ગુનાહિત અપમાન ગણાશે. તેમાં થવા પાત્ર દંડ અંગે મેજિસ્ટ્રેટ નક્કી કરશે.

 

error: Content is protected !!