ત્રિપલ તલાક બિલમાં સંશોધનને કેબિનેટે આપી મંજૂરી

નવી દિલ્હી: ત્રિપલ તલાક બિલમાં કેટલાંક સંશોધનને આજે (ગુરૂવાર) કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આ ગુનો બિન-જામીનપાત્ર રહેશે. જોકે, મેજિસ્ટ્રેટ ઇચ્છે તો ગુનેગારને જામીન આપી શકે છે. ત્રિપલ તલાક અને લગ્ન હલાલા સંબંધી મુસ્લિમ મહિલા બિલ, 2017માં કેટલાંક સંશોધનને કેન્દ્રીય કેબિનટેની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.

આ બિલનાં અનુસાર, હવે પીડિતાનાં સંબંધી કે જેનો તેની સાથે ખૂનનો સંબંધ છે તે પણ હવે FIR દાખલ કરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે,  ત્રિપલ તલાકને ગુનો માનતા બિલને ગયા વર્ષે ડિસેમ્બરમાં પાસ કરવામાં આવ્યું હતું છે. એક સાથે ત્રિપલ તલાકનો સહારો લેનારા લોકોને 3 વર્ષ સુધીની સજા ભોગવવી પડશે. જોકે, મુસ્લિમ પક્ષની એવી માંગ છે કે 3 વખત તલાક બોલીને તલાક આપનારા લોકોને આપવામાં આવનાર 3 વર્ષની સજામાં ઘટાડો કરવામાં આવે.

નોંધનીય છે કે, કેન્દ્રની ભાજપ સરકાર આ બિલને લૈંગિક ન્યાય, સમાનતા અને મહિલાઓની ગરિમાનો મુદ્દો ગણાવે છે પરંતુ વિરોધી પાર્ટી કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, વામ દળો સહિત અનેક પાર્ટીઓ આ બિલની વિરૂદ્ધ એકજૂટ થયા છે.

error: Content is protected !!