વિધાનસભા બજેટ સત્રને લઇ મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં આવતીકાલે મળશે કેબિનેટની બેઠક

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આવતીકાલે (14 ફેબ્રુઆરીએ) કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં આગામી સપ્તાહે શરૂ થતા વિધાનસભાના બજેટ સત્ર અંગે ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ તમામ વિભાગના બજેટ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખદીરવામાં આવતી મગફળી અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પીવાના પાણી બાબતે ઉભી થયેલી સમસ્યા અંગે નર્મદા કંટ્રોલ ઓથોરિટીના નિર્ણય બાદ હવે સિંચાઈના પ્રશ્નને હલ કરવા માટે પણ કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે. આ સિવાય આવતા સપ્તાહે કેનેડાના વડાપ્રધાન ગુજરાત આવવાના છે, તેથી તેમની મુલાકાતને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.

error: Content is protected !!