ગાજર – ફુલાવર – ફણસીનું અથાણું

સામગ્રી :

ફુલાવર : ૧૦૦ ગ્રામ
ફણસી : ૧૦૦ ગ્રામ
ગાજર : ૧૦૦ ગ્રામ
આંબા હળદર : ૨૫ ગ્રામ
હળદર : ૨૫૦ ગ્રામ
રાઇનાં કુરિયા : ૨૫ ગ્રામ
લીંબુરસ : થોડો
તેલ – મીઠું : જરૂર મુજબ

બનાવવાની રીત :

સૌ પહેલાં બધાં શાકભાજી ધોઇને છોલીને લાંબા ઊભાં સમારી લો. લીંબુરસમાં મીઠું અને રાઇનાં કુરિયાં નાખીને ખૂબ જ ફીણો. તેમાં તેલ પણ નાખો. હળદર અને શાકભાજીના ટુકડા ઉપર તમે આ મિશ્રણ રેડીને ભેળવી દો. પાંચ કલાક પછી તેને તમે ખાવા માટે વાપરી શકો છો. આ અથાણું થોડા દિવસ માટેનું જ છે

error: Content is protected !!